એસટી બસની બ્રેક ન લાગતા મોરબી નટરાજ ફાટકના ત્રણ કટકા

- text


રેલવે વિભાગે એસટી ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો : ફાટકનું સમારકામ ચાલુ

મોરબી : આજે સવારે સાદા આઠ નવેક વાગ્યાના સુમારે મોરબી નટરાજ ફાટકે એસટી બસની બ્રેક ન લાગતા ફાટક તોડી બસ રેલવે ટ્રેક ઉપર ઘુસી જતા રેલવેએ એસટી ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે સાડા આઠ નવ વાગ્યાના સુમારે મોરબી હરિપર રૂટની બસ નટરાજ ફાટકે પહોંચતા ફાટક બંધ હતી પરંતુ એસટી બસની બ્રેક ન લાગતા બસ ફાટક સાથે અથડાઈ હતી અને ફાટકના ત્રણ કટકા થઈ ગયા હતા.

વધુમાં આ મામલે એસટી ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવી અડધી બંધ અડધી ચાલુ ફાટકની સ્થિતિ વચ્ચે રેલવે દ્વારા ફાટકનું તાબડતોબ સમારકામ ચાલુ કરાવાયું છે.

- text

- text