મોરબીમાં કોંગીના ધરણા : રાજ્યભરના ધારાસભ્યોનો જમાવડો

- text


મોરબી જિલ્લાના ધારાસભ્યો ઉપરાંત લલિત વસોયા, પ્રવીણ મારુ, નૌશાદ સોલંકી સહિતના ધારાસભ્યો ધરણામાં જોડાશે

મોરબી : મોરબી જિલ્લાના નાની સિંચાઈ યોજના હેઠળના તળાવ કૌભાંડમાં ગઈકાલે મોરબી પોલીસે વિધિવત રીતે હળવદ ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાની ધરપકડ કરતા તેના વિરોધમાં આજે મોરબી જિલ્લાના તમામ ધારાસભ્યો સહિત રાજ્યના અન્ય કોંગી ધારાસભ્યો અને આગેવાનો દ્વારા પોલીસ સ્ટેશન સામે પ્રતીક ધરણા શરૂ કરાયા છે.

ભાજપ સરકારના ઈશારે રાજકીય કિન્નખોરીમાં ધારાસભ્ય સાબરીયાની ધરપકડ કરવામાં આવી હોવાનો આરોપ લગાવી આજે કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલ ધરણામાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા, વાંકાનેર ધારાસભ્ય પીરઝાદા, ટંકારા ધારાસભ્ય કગથરા, ધોરાજીના લલિત વસોયા, નૌશાદ સોલંકી, લાખાભાઈ ભરવાડ, ઋત્વિક પટેલ, પ્રવીણ મારુ, જયરાજભાઈ કાલરીયા સહિતના ધારાસભ્ય જોડાનાર છે.

- text

સવારથી શરૂ થયેલ ધરણામાં મોટીસંખ્યામાં કોંગી આગેવાનો અને કાર્યકર્તા જોડાયા છે ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પોલીસ કાર્યવાહીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે ભાજપ પોતાના મંડળીના આગેવાનો એન્ડ હોદેદારોને બચાવવા માટે પોલીસ પાસે રાજકીય ઈશારે કાર્યવાહી કરાવી રહી છે, એક તરફ નામદાર કોર્ટે આગોતરા જામીન ફગાવવા છતાં ભાજપના સાગરીતોને પકડવાને બદલે પોલીસે કોંગી ધારાસભ્યની કારકિર્દી ખતમ કરવા આ ખેલ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.

- text