ટંકારા : નાની ઉંમરે પાંચમી વખત અઠાઈ તપ

- text


ટંકારા : મોરબી સ્થાનક જૈન પૌષધશાળા મા સૌમ્યસ્વરૂપી બા. બ્ર. પ. પૂ જાગુતીબાઈ મહાસતીજી ની નિશ્રા મા અઠાઈની આરાધના ચાતુર્માસ દરમિયાન શ્રાવક શ્રાવીકા દ્વારા અઠાઈ તપ ની સળંગ સાંકળ ચાલતી રાખી નિશાબેન મેહુલભાઈ મહેતાએ પાંચમી વખત અઠાઈ તપ કર્યું.

મોરબી શ્રી મણીબેન પ્રભાશંકર શેઠ સ્થા. જૈન પૌષધશાળા ખાતે લીંબડી ગોપાલ સંપ્રદાયના પ. પૂ. શ્રી. બા. બ્ર ધન્યગુરૂદેવ(આનંદ) ના આજ્ઞાનુવતી તથા સરળ સ્વભાવી પૂ. દેવેન્દ્ર મુનિ મા. સા. આગમ અનુપેક્ષી પૂ ધર્મેન્દ્રમુનિ મા સા. ના કૂપાપાત્ર તથા મહાવિદૂશ્રી પ. પૂ. લીલાવંતી બાઈ મહાસતીજી ના સુશિષ્ય સૌમ્યસ્વરૂપી બા. બ્ર. પ. પૂ હિરાબાઈ મહાસતીજી સાથે જાગુતીબાઈ મ.સ સાથે નવ થાણા ચાતુર્માસ દરમિયાન શ્રાવક શ્રાવીકા ને ધામીક લાભ થાય સાથે શારીરિક શક્તિ પણ મળે એવા હેતુ સાથે અઠાઈ ની તપ ની આરાધના કરવા મા આવિ રહી છે જેમા ગુરૂપુર્ણીમાના આશિર્વાદથી મહેતા નિશાએ સળગં આઠ દિવસ ની અઠાઈ તપ કરી ધર્મ આરાધના કરી હતી આ તેની પાચમી આરાધના છે. નાની ઉમરે નિશા મેહુલ મહેતા એ જૈન ધર્મ ની આકરી તપ કરી તેની હેળીનાઓ ને ધર્મના માર્ગે આગળ વધે તેવી કેડી કંડારી છે.

- text

- text