વાંકાનેરમા ઉછીના નાણા મુદ્દે લોખંડના પાઇપથી હુમલો

- text


મિત્રએ લીધેલા ઉછીના નાણા પરત ન મળતા ત્રણેય શખ્સોએ હુમલો કર્યો હોવાની ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરમાં મિત્રએ ઉછીના લીધેલા નાણા પરત ન મળતા બે યુવાનો પર ત્રણ શખ્સો લોખંડના પાઇપ વડે તૂટી પડયા હતા. જેમાં બન્ને યુવાનોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરના લક્ષ્મીપરા શેરી નં. ૨માં રહેતા આસિફ ઇકબાલ માડકીયાએ વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના મિત્રએ જાનમામદ નૂરમામદ સંઘવાણી, હુસેન ઈસા મતવા અને ડાડો જેડા પાસેથી લીધેલા નાણા પરત ન મળતા આ ત્રણેય શખ્સોએ તેમના પર તેમજ સાહેદ એનાયતભાઈ પર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.

- text

આ હુમલામાં ફરીયાદી યુવાન તેમજ સાહેદને ફેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી. યુવાનની ફરિયાદના આધારે વાંકાનેર પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text