મોરબી જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરો : જિલ્લા પંચાયત પ્રમુખની કલેક્ટરને રજુઆત

- text


તાકીદે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ પ્રતિકૂળ પરિસ્થિતિ મુજબનું જાહેરનામું બહાર પાડવાની માંગ

મોરબી : મોરબી જિલ્લામાં અપુરતા વરસાદને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. ત્યારે તાકીદે મોરબી જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરીને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ પ્રતિકૂળ પરિસ્થિતિ મુજબનું જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી.

- text

જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જિલ્લા કલેક્ટરને રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે. ખેડૂતોએ બે બે વાર વાવેતર કર્યું હોવા છતાં પાક નિષ્ફળ ગયો છે. વધુમાં ચાલુ વર્ષે નર્મદા કેનાલમાંથી પણ મોરબી જિલ્લાને પાણી મળ્યું નથી. ત્યારે આવી પરિસ્થિતિમાં મોરબી જિલ્લાના તમામ ગામોમાં પાક નિષ્ફળ ગયો છે.

ખેડૂતોનો પાક નિષ્ફળ જતા તેઓની હાલત કફોડી બની છે. જેથી મોરબી જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરીને પ્રધાનમંત્રી ફસલ યોજના હેઠળ પ્રતિકૂળ પરિસ્થિતિ મુજબનું જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી માંગ છે.

- text