તળાવ કૌભાંડ : હળવદના ટીકર ગામે બે તળાવના કામમાં ગેરરીતિની ફરિયાદ

- text


ટીકરના અવડાસર અને શીહારના તળાવમાં કામ થયું ન હોવા છતાં બારોબાર ૧૦ લાખ ચુકવાયા : ગામના તળાવના કામ બાબતે સરપંચ અજાણ મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી

હળવદ : હળવદ સહિત મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના અંતર્ગત કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે ત્યારે ગાંધીનગરની ટીમ દ્વારા તાલુકાના જુદાજુદા ગામોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેવા સમયે તાલુકાના ટીકર ગામે સરપંચને જાણ કર્યા વગર બારોબાર આશરે ૧૦ લાખ રૂપિયાનું ચુકવણું કરી દેવાયું છે જાકે ટીકરના બન્ને તળાવોમાં કોઈ જ પ્રકારનું કામ થયું ન હોવાનું સામે આવ્યું છે.

- text

નાની સિંચાઈ યોજના અંતર્ગત હળવદ પંથકમાં રૂ. પ.૮૩ કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી હતી પરંતુ અધિકારીઓ, કોન્ટ્રાકટરો અને મંડળી સંચાલકોની મીલીભગતથી માત્ર કામ કાગળ પર જ બતાવી નાણા બારોબાર ચાંઉ કરી લેતા પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. આ સમગ્ર બનાવ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. જેની સઘન તપાસ હાલ ચાલુ છે ત્યારે તાલુકાના ટીકર (રણ) ગ્રામ પંચાયત હેઠળ આવતા અવડાસર અને શીહાર બન્ને તળાવોના કામમાં કુલ રર.૭પ લાખ ફાળવવામાં આવ્યા હતા પરંતુ આ સમગ્ર કામની સરપંચને જાણ કર્યા મંડળીને ૧૦ લાખ રૂપિયાનું ચુકવણુ થઈ ગયેલ છે. જયારે તળાવના રિનોવેશન કામમાં ૧ર.૭પ લાખનું ચુકવણુ હજુ બાકી છે ત્યારે ટીકર (રણ) ગામ હેઠળ બન્ને તળાવોના કામનું યોગ્ય તપાસ કરાયા બાદ ચુકવણા કરવામાં આવે તેમ ગામના સરપંચ સંગીતાબેન વિજયભાઈ પટેલએ મુખ્યમંત્રી સમક્ષ પત્ર પાઠવી રજુઆત કરી છે.

- text