મોરબી,માળીયા તાલુકામાં આનાવારી જાહેર કરવા ધારાસભ્ય મેરજાની રજુઆત

- text


બન્ને તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરીને મળવાપાત્ર લાભો તાકીદે આપવામાં આવે તેવી માંગ

મોરબી : મોરબી માળિયા પંથકમાં ચાલુ વર્ષમાં વરસાદ ખૂબ ઓછો પડ્યો છે.ખેડૂતોએ વાવણી કરી દીધા બાદ વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ ગયો છે. ત્યારે નર્મદાની મોરબી અને માળિયા તેમજ ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાંથી સિંચાઈ માટે સમયસર અને પુરતું પાણીના છોડીને ખેડૂતોને પડયા પર પાટુ મારવામાં આવ્યુ હોવાનું જણાવીને સમગ્ર પંથકને અછતગ્રસ્ત જાહેર કરી મળવાપાત્ર લાભો આપવાની માંગ સાથે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મહેસુલ મંત્રીને રજુઆત કરી છે.

- text

મોરબી- માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ રાજ્યના મહેસુલ મંત્રીને રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી અને માળીયા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરી ખેડૂત તેમજ પશુપાલકોને મળવાપાત્ર લાભો આપી વિકટ સ્થિતિમાંથી ઉગારી લેવામાં આવે તેવી માંગ છે. અછત મેન્યુઅલમાં માત્ર ૧૨૫ મિલી મીટર વરસાદનો જ બેઇઝ ખપમાં ના લેવો જોઈએ ૪ ટકાથી ઓછી આનાવારીની આ બંને તાલુકાઓમાં પાકની નબળી સ્થિતિ જોતા શક્યતા દેખાઈ રહી છે

ત્યારે તાત્કાલિક આનાવારી જાહેર કરવાની માંગ કરી છે વર્ષ ૨૦૧૮-૧૯ ના પાક વીમાના ક્રોપ કટિંગમાં પણ ભેદભાવ ના થાય તે જોવા આગોતરૂ આયોજન કરવા અને ખેડૂતોને પાક્વીમાંમાં ભવિષ્યમાં અન્યાય ના થાય તેવી માંગ કરી છે.

- text