હળવદના નવા ઘાંટીલા ગામના ખેડૂતોને પાક વીમો ચુકવવા માંગ

- text


પાણીની અછત સર્જાતા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા રજુઆત

હળવદ : હળવદ તાલુકાના નવા ઘાંટીલા ગામના ખેડૂતોને પાક વીમો આજદિન સુધી ચુકવવામાં ન આવતા આજરોજ મામલતદાર કચેરી ખાતે લેખિત રજુઆત કરવા ધસી ગયા હતા.

ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોવા છતાં ગામના ખેડૂતોને પાક વીમો ન ચુકવાતા હળહળતો અન્યાય કર્યો છે. ત્યારે વહેલી તકે પાક વીમો ચુકવવામાં આવે અને હળવદ પંથકને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાય તેવી માંગ નવા ઘાંટીલાના ગ્રામજનો સહિત ૬૦થી વધુ ખેડૂતોએ કરી છે.
હળવદ તાલુકાના નવા ઘાંટીલા ગામના ૬૦ જેટલા ખેડૂતોએ આજરોજ મામલતદારને લેખિત રજુઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.

રજુઆતમાં ગામના ખેડૂતોએ પાક વીમો ચુકવવા માંગ કરી હતી. જેમાં ગામના ખેડૂતોએ ર૦૧૭-૧૮ના વર્ષમાં પાક વીમા પ્રિમિયમ પણ ભર્યા હોવા છતાં નિષ્ફળ ગયેલા પાકોનો વીમો આજદીન સુધી ન ચુકવવામાં આવતા ખેડૂતોને હળાહળ અન્યાય થયો હોવાનું જણાવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હળવદ પંથકમાં ઓણસાલ વરસાદ ઓછો થયો છે ત્યારે તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા તેમજ નવા ઘાંટીલા ગામે ખેડૂતોએ ગત વર્ષનો વીમાનો પ્રિમિયમ ભર્યો હોવા છતાં નિષ્ફળ ગયેલ પાકોનું વીમો મંજુર નહીં કરાતા ભારોભાર ખેડૂતોને અન્યાય કર્યો છે.

- text

આ અંગે ગામના ખેડૂતોએ વહેલી તકે પાક વીમો ચુકવવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે રોષ વ્યકત કર્યો હતો. વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, પાકના પિયત માટે ખેડૂત પાસે પાણી નથી ત્યારે સમગ્ર ગામમાં પીવા લાયક પાણી ન હોવાથી કપરી પરિÂસ્થતિનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત ઢોરઢાખરને પણ પાણી પુરૂ પાડી શકાતું ન હોવાથી વિકટ સમસ્યા સર્જાઈ છે ત્યારે વહેલી તકે હળવદ પંથકને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી નવા ઘાંટીલાના ૬૦થી વધુ ખેડૂતોએ રજુઆત કરી હતી.

- text