મોરબી જિલ્લાના ડેમી-૧ ઉપરવાસના ૫ ગામના ખેડુતોનો સિંચાઈ કચેરીએ મોરચો

- text


સિંચાઈ અધિકારીએ પાણી પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી

મોરબી : મોરબી જિલ્લાના ડેમી -૧ના ઉપરવાસના પાંચ ગામોના ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની તૈયારીમાં છે. ત્યારે આ પાકને બચાવવા માટે પાણી આપવાની માંગ સાથે ખેડૂતોએ સિંચાઈ કચેરીએ મોરચો માંડ્યો હતો. ત્યારે સિંચાઈ અધિકારીએ પાણી પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી છે.

ડેમી-૧ ડેમના ઉપરવાસના મિતાણા, હરિપર, હરબટીયાળી, જબલપુર સહિતના પાંચ ગામોના ખેડૂતોએ મોરબીની સિંચાઈ કચેરી ખાતે હંગામો મચાવીને અંતિમ તબક્કામાં પાકને બચાવવા માટે ડેમી-૧ ડેમમાંથી પાણી આપવામાં આવે તેવી માંગ કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે ડેમી ડેમમા સિંચાઈ યોજના હેઠળ કુલ ૧૩ ગામો છે. આ તમામ પાક બચાવવા માટે સિંચાઇની માંગ કરી રહ્યા છે.

- text

ત્યારે સામા છેડે ડેમી-૧માં માત્ર ૪૩ એમસીએફટી પાણી હોય અને આ પાણી ઉપરવાસના પાંચ ગામોને થાય તેટલું ન હોવાથી આ પાંચ ગામના ખેડૂતોએ સિંચાઈ અધિકારી સમક્ષ તેમને પાણી આપવાની રજુઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૩ ગામો પાણીની માંગ કરતા હોય આ તમામ ગામોને પાણી પહોંચી શકે તેમ ન હોવાથી સિંચાઈ વિભાગે પાણી બંધ કરી દીધું હતું.

ત્યારે હવે પાંચ ગામોના ખેડૂતોની રજુઆત બાદ સિંચાઈ અધિકારી ઉમેશ કુંવરિયાએ આ બાબતે ૧૩ ગામોની સમિતિ જે નિર્ણય લે તે માન્ય રહેશે તેમ જણાવ્યું હતું.

 

- text