એસએમવીએસ સ્વામીનારાયણ મંદિર દ્વારા મોરબીમાં ઐતિહાસિક યુવા અધિવેશન

- text


સંપ્રદાય દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત મંદિરની બહાર ભવ્ય કાર્યક્રમનું આયોજન : પૂ. સત્યસંકલ્પદાસજી સ્વામી વ્યસન મુક્તિ અને સાચા સુખ સહિતના વિષયો પણ કરશે દિવ્યવાણી

મોરબી : મોરબીમાં એસએમવીએસ સ્વામીનારાયણ મંદિર દ્વારા તા.૬એ દિવ્યવાણીનો ઐતિહાસિક યુવા અધિવેશનનો કાર્યક્રમ યોજવા જઇ રહ્યો છે. સંપ્રદાય દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત મંદિર પરિસરની બહાર જાહેર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂ. સત્યસંકલ્પદાસજી સ્વામી વ્યસન મુક્તિ અને સાચા સુખ સહિતના વિષયો પણ કરશે દિવ્યવાણી કરશે.

મોરબીના એસએમવીએસ સ્વામીનારાયણ મંદિર દ્વારા આગામી તા.૬ ઓક્ટોબરને શનિવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે રત્નકલા એક્સપોર્ટ ગ્રાઉન્ડ, વિનાયક હોલની સામે, શનાળા રોડ ખાતે રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ દરમિયાન યુવા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂ.સત્યસંકલ્પદાસજી સ્વામી દિવ્યવાણી કરશે. આજ સુધી એસએમવીએસ સ્વામીનારાયણ દ્વારા ગુજરાતમાં મંદિરની બહાર કોઈ પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી. ત્યારે આ વખતે મોટી સંખ્યામાં લોકોને આ કાર્યક્રમનો લાભ મળે તેમજ સ્વામીજીની દિવ્યવાણી લોકો માટે પથદર્શક બની રહે તેવા હેતુથી ગુજરાતમાં પ્રથમ સંપ્રદાય દ્વારા મંદિર બહાર જાહેર સ્થળે ઐતિહાસિક કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે.

- text

હાલ લોકો પાસે પૈસા તો છે. પરંતુ સુખ અને શાંતિ નથી. તેમજ સમાજનો મોટો વર્ગ વ્યસન તરફ ધકેલાઈ રહ્યો છે. ત્યારે આ તમામ વિષયોને આવરી લઈને પૂ. સત્યસંકલ્પદાસજી સ્વામી મનમોહક અને પથદર્શક દિવ્યવાણી કરશે. કાર્યક્રમમાં શિક્ષક મંડળ, તબીબ મંડળ સહિતના સંગઠનો મળીને અંદાજે ૧૦ હજાર જેટલા ભાવિકો ઉમટી પડીને કાર્યક્રમનો લાભ લેશે. આ તમામ ભાવિકોને પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવનાર છે.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા કલેક્ટર આર.જે. માકડીયા, જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલા તેમજ ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિ રહેશે. મોરબીના આંગણે એસએમવીએસ સ્વામીનારાયણ મંદિર દ્વારા ઐતિહાસિક કાર્યક્રમ યોજવા જઇ રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં ઉમટી પડીને આ કાર્યક્રમનો લાભ લેવા નગરજનોને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text