મોરબી જિલ્લા ક્ક્ષા યુવા ઉત્સવ સ્પર્ધામાં ભાગ લેવા સંદર્ભે

- text


મોરબી : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ માં યુવા ઉત્સવ સ્પર્ધાનુ આયોજન જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, મોરબી દ્વારા હાથ ધરવામાં આવનાર છે. જેમા ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોને જે તે તાલુકા મથકે સંપર્ક કરવાનો રહેશે.

યુવા ઉત્સવ સ્પર્ધામાં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, મહાવિદ્યાલયો, સાંસ્કૃતિક મંડળો, હોસ્ટેલો, શાળાઓ, આશ્રમશાળાઓ વિવિધ તમામ શાળાઓ – સંસ્થાઓના ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ (ભણતા કે ન ભણતા) આ સ્પર્ધામાં ભાગ લઇ શકે છે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા હોય તેવા ૧૫ થી ૨૯ વર્ષના યુવક યુવતીઓ ભણતા કે ન ભણતા ઉમેદવારોની એન્ટ્રી વિગતવાર જે તે તાલુકાના તાલુકા કન્વીનરને મોકલી આપવાની રહેશે.

તાલુકા મથકના કન્વીનરની યાદી જોઈએ તો, મોરબી માટે મુસ્તાકભાઇ સુમરા, મો. ૯૯૨૪૧૯૨૯૨૬, હળવદ માટે હિતેષભાઇ વરમોરા મો. ૯૯૧૩૦૫૦૭૪૦, ટંકારા માટે ડી.જી. ચુડાસમા, મો.૯૮૭૯૬૮૦૨૦૮, વાંકાનેર માટે અશોકભાઇ પટેલ, મો. ૯૪૨૭૧૬૪૦૪૭ અને માળીયા મીયાણા હિતેશભાઇ રાજયગુરુનો મો. ૮૪૬૯૪૧૯૯૩૬ સંપર્ક કરવો.

- text

જેમાં અ વિભાગમાં ૧૫ થી ૨૦ વર્ષ સુધીના, બ વિભાગમાં ૨૧ થી ૨૯ વર્ષ સુધીના અને ખુલ્લા વિભાગ ૧૫ થી ૨૯ વર્ષ સુધીના ઉમેદવારો ભાગ લઈ શકશે જેની કટ ઑફ ડેઇટ ૩૧/૧૦/૨૦૧૮ રહેશે.

મોરબીમાં મંગળવારે તાલુકા કક્ષાનો યુવક મહોત્સવ યોજાશે

મોરબી : રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા મોરબી ખાતે આગામી તા. ૨ ને મંગળવારના રોજ તાલુકા કક્ષાનો યુવક મહોત્સવ યોજાશે.

મોરબી તાલુકા કક્ષાનો યુવક મહોત્સવ આગામી તારીખ ૨ ઓક્ટોબરને મંગળવારના રોજ સવારે ૯ કલાકે વિનય એક્ટિવિટી સેન્ટર, બોમ્બે માર્કેટ, નિલકંઠ સ્કૂલની બાજુમા, રવાપર રોડ ખાતે યોજાશે,
આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા મોરબીના કલા પ્રેમી જનતા અને કલાકારોએ આ માટે મોરબી તાલુકા રમત ગમત કન્વીનર સુમરા મુસ્તાકભાઈ સુમરાનો
9924192926 સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

- text