હળવદ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભની એથ્લેટીકસ સ્પર્ધામાં શિશુમંદિર શાળાનો દબદબો

- text


અનેક સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંક મેળવી શિશુ મંદિરની વાળાઓએ સમગ્ર તાલુકામાં ડંકો વગાડ્યો

હળવદ : હળવદ શહેરના ઉમા છાત્રાલય ખાતે યોજાયેલ ખેલમહાકુંભ ર૦૧૮માં તાલુકા કક્ષાની એથ્લેટીકસ સ્પર્ધામાં સરસ્વતી શિશુ મંદિરે મેદાન મારી અનેક સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. એથ્લેટીક્સની મોટાભાગની સ્પર્ધાઓમાં શાળાની બાળાઓએ પ્રથમ ક્રમાંક હાંસલ કરીને શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે.

હળવદના ઉમા છાત્રાલય ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભની એથ્લેટીકસ સ્પર્ધામાં મોટી સંખ્યામાં છાત્રોએ ભાગ લીધો હતો. જેમાં શહેરની સરસ્વતી શિશુ મંદિરની બાળાઓએ હિર બતાવ્યું હતું. જેમાં અન્ડર ૧૪ની ઉંચી કુદમાં શુરમિલા જયારે ગોળાફેંકમાં શુકુરમુનીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું તેમજ અન્ડર ૧૭ની ચક્ર ફેંક અને ગોળા ફેંકની સ્પર્ધામાં પ્રથમ નંબર આરતી ગુસાઈએ મેળવ્યો હતો. જયારે અન્ડર ૧૭ની લાંબી કુદ સ્પર્ધામાં સપના ભીલએ પ્રથમ ક્રમાંક સાથે બાજી મારી હતી. તો સાથો સાથ ઓપન એજ વિભાગની ૩૦૦૦ મીટર દોડમાં ગીતા ધોળકીયાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો જયારે ૧પ૦૦ મીટર અને ૪૦૦ મીટર દોડમાં સાબરીયા આશાએ પ્રથમ ક્રમાંકે ઝળકી હતી. ઉપરાંત ચક્ર ફેંક અને ગોળા ફેંકમાં પ્રથમ ભાવના પરમાર અને બરછી ફેંકમાં મોનિકા મકવાણાએ પ્રથમ નંબર હાંસલ કર્યો હતો.

- text

તાલુકા કક્ષાના ખેલ મહાકુંભની એથ્લેટીકસ સ્પર્ધામાં ઓપન વિભાગની લાંબીકૂદમાં ધોળકીયા ગીતા જયારે લંગડીફાળમાં સાઈનાએ બીજા નંબર મેળવ્યો હતો તેમજ અન્ડર ૧૪ની લંગડીફાળ સ્પર્ધામાં પ્રિયંકા પરમાર, ઉંચી કુદમાં ગણેશિયા સેજલે તૃતીય નંબર મેળવ્યો હતો. જયારે ૧૦૦ મીટર દોડમાં સુર્મિલા અને ગોળાફેંકમાં રૂમિલાએ તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. આ ખેલ મહાકુંભમાં હળવદ શહેરની શિશુ મંદિરની બાળાઓએ ઝળહળતી સફળતા મેળવી સમગ્ર તાલુકામાં ડંકો વગાડયો છે. એેથ્લેટીકસની રમતોમાં શિશુ મંદિરની બાળાઓએ મેદાન મારતા શાળાના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ દવે, રમણીકભાઈ પટેલ, કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી બીપીનભાઈ દવે સહિતનાઓએ શુભેચ્છા પાઠવી હતી અને જિલ્લા કક્ષાના ખેલમહાકુંભમાં આવી જ સફળતા મેળવે તેવી આશા વ્યકત કરી હતી.

- text