મોરબી તાલુકા કક્ષાના ખેલમહાકુંભમાં કબડ્ડી સ્પર્ધાના સ્થળમાં ફેરફાર

- text


નવું સ્થળ મહાત્મા ગાંધી ઉચ્ચતર બુનિયાદી વિદ્યાલય, જોધપર નક્કી કરાયું

મોરબી : મોરબી તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં કબડ્ડી સ્પર્ધાના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં નવું સ્થળ જોધપર ગામની મહાત્મા ગાંધી ઉચ્ચતર બુનિયાદી વિદ્યાલય નક્કી કરવામાં આવ્યું છે.

- text

મોરબી તાલુકા કક્ષાના ખેલ મહાકુંભની કબડ્ડી સ્પર્ધા આગામી તા.૨૭ અને ૨૮ના રોજ ધૂનડા ખાતે આવેલી વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાનાર હતી. પરંતુ અનિવાર્ય સંજોગોને લીધે અહીં સ્પર્ધાનું આયોજન થઈ શકે તેમ ન હોવાથી સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સ્પર્ધા માટેનું નવું સ્થળ મહાત્મા ગાંધી ઉચ્ચતર બુનિયાદી વિદ્યાલય, જોધપર નક્કી કરવામાં આવ્યું છે.

- text