મોરબી પાલિકાની પેટાચૂંટણી સંપન્ન : ૪૩.૫૧ ટકા ફિક્કું મતદાન

- text


સૌથી વધુ વોર્ડ -૧ માં ૫૨.૩૬ ટકા અને સૌથી ઓછું વોર્ડ – ૩ માં ૩૪.૦૭ ટકા મતદાન

મોરબી : મોરબી નગર પાલિકાની ત્રણ વોર્ડની છ બેઠકો માટે યોજાયેલ પેટાચૂંટણીમાં મતદાન પ્રક્રિયા સંપ્પન થઈ છે સાંજે પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થતાં સરેરાશ ફક્ત ૪૩.૫૧ જેટલું ફિક્કું મતદાન થયું હતું જેમાં સૌથી વધુ વોર્ડ નંબર -૧ માં ૫૨.૩૬ ટકા અને સૌથી ઓછું વોર્ડ નંબર – ૩ માં ૩૪.૦૭ ટકા જ મતદાન થતા ભાજપ અને કોંગ્રેસ માટે પરિણામો કળવા મુશ્કેલ બન્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નગરપાલિકાની પેટાચૂંટણીમાં આજે સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. પ્રારંભથી જ મતદારો નિરશ રહેતા સાંજ સુધીમાં સરેરાશ મતદાનનો આંકડો માંડ ૪૩.૫૧ ટકા સુધી પહોંચી શક્યો હતો.

- text

વોર્ડ વાઇઝ મતદાનના આંકડા જોઈએ તો પેટાચૂંટણીમાં વોર્ડ નંબર – ૧ માં સૌથી વધુ ૫૨.૩૬ ટકા, વોર્ડ નંબર -૩ માં ૩૪.૦૭ ટકા અને વોર્ડ નંબર – ૬ માં સરેરાશ ૪૫.૫૮ ટકા મતદારોએ મતદાન કર્યું હતું.

- text