હળવદના માનગઢ ગામના ખેડૂતોની પાક વીમો ચુકવવા કલેકટરને રજુઆત

- text


મોરબી જિલ્લા સેવાસદન ખાતે ખેડૂતો ધસી ગયા : હળવદ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ

હળવદ : હળવદ તાલુકાના માનગઢ ગામના ખેડૂતોએ આજે મોરબી જિલ્લા સેવાસદન ખાતે અધિક કલેકટરને લેખિત રજુઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે, તાલુકાના માનગઢ ગામના ખેડૂતોને ર૦૧૭-૧૮ના વર્ષમાં પાક વિમા પ્રિમિયમ ભર્યા છે અને પાક સદંતર નિષ્ફળ ગયો છે તેમ છતાં ગામના ખેડૂતોને પાક વીમો ન ચુકવાતા હળાહળ અન્યાય કર્યો છે તો સાથે જ પંથકમાં વરસાદ નહીવત હોવાથી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ કરી હતી.

હળવદ તાલુકાના માનગઢ ગામના ખેડૂતોએ આજરોજ મોરબી જિલ્લા સેવાસદન ખાતે અધિક કલેકટર કેતનભાઈ જાષીને આવેદનપત્ર પાઠવી ગામના ખેડૂતોને પાક વીમો ચુકવવા માંગ કરી હતી. ઉપરાંત ગામના ખેડૂતોએ ર૦૧૭-૧૮ના વર્ષમાં પાક વીમા પ્રિમિયમ પણ ભર્યા હોવા છતાં નિષ્ફળ ગયેલા પાકનો વીમો આજદીન સુધી ચુકવવામાં તંત્ર કેમ ઠાગાઠૈયા કરે છે તેવા સવાલો સાથે કલેકટર કચેરી ખાતે ખેડૂતો મોટી સંખ્યામાં ધસી ગયા હતા.

- text

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હળવદ પંથકમાં હાલ વરસાદ નહીવત થતા દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા તેમજ માનગઢ ગામે ખેડૂતોએ ગત વર્ષનો વીમાનો પ્રિમિયમ પણ ભરેલ હોવા છતાં નિષ્ફળ ગયેલ પાકોનું વીમો મંજુર નહીં કરાતા ભારોભાર ખેડૂતોને અન્યાય કર્યો છે. આ અંગે માનગઢ ગામના ખેડૂતોએ વહેલી તકે પાક વીમો ચુકવવામાં આવે અને તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી ઉગ્ર રજુઆત કરી હતી.

- text