આંદોલનનો ચોથા દિવસ : ખેડૂતોએ ડેમમાં ખાડા ખોદી પાણી કાઢવાના પ્રયાસ કર્યો..જુઓ વિડિઓ

- text


ડેમી-૨ અને ડેમી-૩ માં પાણી ભરવાની માંગ સાથે ખેડૂતોએ શરૂ કરેલ આંદોલનનો આજે ચોથો દિવસ

મોરબી : ડેમી-૨ અને ડેમી-૩ માં પાણી ભરવાની માંગ સાથે ખેડૂતોએ શરૂ કરેલ આંદોલનનો આજે ચોથો દિવસ છે. આજે ખેડૂતોએ ડેમના કેચમેન્ટ એરિયામાં ખાડા ખોદી પાણી કાઢવાના પ્રયત્નો કરી વિરોધ નોંધાવ્યો હતો.

મોરબીના ડેમી-૨ અને ડેમી-૩ ડેમમાં પાણી ન હોવાથી ખેડૂતોને સિંચાઇમાં હાલાકી પડી રહી છે. ત્યારે આ ડેમોમાં પાણીનો જથ્થો ઠાલવવા અનેક રજૂઆતો કરવામાં આવી તેમ છતાં કોઈ પગલાં લેવામાં ન આવતા ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલનનો આજે ચોથો દિવસ છે.

- text

આજે ચોથા દિવસે ખેડૂતોએ ડેમી 2 અને ડેમી 3ના કેચમેન્ટ એરિયામાં ખાડા ખોદીને પાણી કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આંદોલનના પ્રથમ દિવસે ખેડૂતોએ ધરણા કરી, બીજા દિવસે હવન કરી અને ત્રીજા દિવસે ખાલી પડેલ ડેમમાં ક્રિકેટ રમીને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો.

- text