મોરબી ભક્તિનગર સર્કલથી લાતીપ્લોટ સુધી ગેરકાયદે હોર્ડિંગ્સ બોર્ડ હટાવાનું શરુ

- text


મોરબી પાલિકા અને સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા સયુંકત કાર્યવાહી

મોરબી : મોરબી નગર પાલિકા અને એ ડિવિઝન પોલીસ દ્વારા સયુંકત કાર્યવાહી હાથ ધરી આજે ભક્તિનગર સર્કલથી લઈ લાતીપ્લોટ સુધી રોડની બંને તરફ ખડકાયેલા હોર્ડિંગ્સ બોર્ડ – બેનરોનો કડુસલો બોલાવી દબાણ હટાવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરમાં બાંધકામના દબાણોની સાથે સાથે મુખ્ય રસ્તાની બન્ને બાજુઓ પર વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમ રૂપ બેનર્સ, હોર્ડિંગબોર્ડસ ખડકી દેવાયા હોવાથી આજે પાલિકા તંત્ર દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસના સહયોગથી સયુંકત કાર્યવાહી હાથ ધરી આ દબાણો દૂર કરવા હોર્ડિંગ્સ બોર્ડ અને બેનરોનો કડુસલો બોલાવી દેવાયો હતો.

- text

એ ડિવિઝન પીએસઆઇ એમ.વી.પટેલે જણાવ્યું હતું કે સવારે ભક્તિનગર સર્કલથી દબાણ હટાવો કાર્યવાહી શરૂ થઈ છે જેમાં ઉમિયા સર્કલથી લઈ લાતીપ્લોટ સુધીના વિસ્તારમાં બપોર સુધીમાં ગેરકાયદેસર હોર્ડિંગ્સ, બેનરો હટાવશે અને બપોર બાદ ગણેશ વિસર્જનને કારણે કાર્યવાહી પૂર્ણ કરી ફરીથી આ ઝુંબેશ ચાલુ રાખી પાલિકા અને પોલીસ તંત્ર સયુંકત ઓપરેશન કરી જાહેર માર્ગોને દબાણ મુક્ત બનાવશે.

- text