માળીયા હાઇવે પર કાર ચાલકે ડિવાઈડર કુદાવી બાઇકને હડફેટ લીધું

- text


વિચિત્ર અકસ્માતમાં મોરબીનું દંપતી ઘાયલ

મોરબી : મોરબી માળીયા હાઇવે પર ભરતનગર અને અમરનગર વચ્ચે વિચિત્ર અકસ્માતમાં પુરપાટ ઝડપે આવતી કાર ડિવાઈડર કૂદી સામેથી મોટર સાયકલ ચાલકને હડફેટ લેતા મોરબીનું દંપતી ઇજાગ્રસ્ત થયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી માળીયા નેશનલ હાઇવે પર મોટર સાયકલ લઈને જઇ રહેલા લાલજીભાઈ ગગુભાઇ અવાડીયા તથા તેમના પત્ની દિવાળીબેન
રહે. મોરબી વાવડીરોડ ન્યુ કુબેર સોસાયટી સીતારામ પેલેસની સામે, મૂળ ગામ વેણાસર તા.માળીયા મીંયાણા વાળા ને -GJ-12-CG-9386 નંબર ના કાર ચાલકે પુર ઝડપે અને બેફીકરાયથી માણસોની જીંદગી જોખમાય તેમ બેદરકારી ભરી રીતે કાર ચલાવી રોડની વચ્ચેનું ડીવાઇડર કુદાવી હડફેટ લીધા હતા.

- text

આ વિચિત્ર અકસ્માતમાં સામેની સાઇડમાંથી આવતા ફરીયાદી લાલજીભાઈને જમણા પગના નળામાં ફ્રેક્ચરની ઇજા તેમજ માથામાં જમણી બાજુ તથા દીવાળીબેનને જમણા પગની આંગળીઓમાં ડાબા પગના નળામાં તથા માથામાં જમણી બાજુ ઇજાઓ પહોંચાડી પહોંચાડી ગુન્હો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text