ટંકારામાં ગણેશજીના પંડાલમાં જ ઉંદરના બે બચ્ચાનો જન્મ : દર્શનાર્થે ભાવિકોની ભીડ જામી

- text


ટંકારા : ગણેશ ઉત્સવ દરમિયાન ટંકારાના ભાટીયા પરીવારને ત્યા બિરાજમાન વિધ્નહર્તાના પંડાલમા જ ગણેશજીના વાહન ઉંદરના ૨ બચ્ચાનો જન્મ થવાની ઘટના બાદ આ ગણપતિજીના દર્શન માટે ભાવિકોની ભિડ જામી હતી.

- text

ટંકારાના લક્ષ્મી નારાયણ મંદિર પાસે રહેતા આશર પરીવાર જે ભાટીયાના હુલામણા નામથી ઓળખવામાં આવે છે તે બે વર્ષ થી દુદાળા દેવને ધરે બિરાજમાન કરે છે ત્યારે આજે ગણેશની પુજા અર્ચના કરી રહ્યા હતા ત્યારે અચાનક એકદંતાયના વાહન ઉંદરના બચ્ચાના દર્શન થયા હતા. જે ગણેશની મૂર્તિની બાજુમાં બિરાજમાન થઈ જતા વાત વાયુ વેગે સિમાડા વટી જતા દર્શન કરવા માટે ભિડ જામી હતી.

આ પરીવાર વર્ષો થી રાજબાઈ ગરબી મંડળ ચલાવે છે અને ભક્તિ ભાવ માટે ટંકારા મા પ્રખ્યાત છે. તેઓની ઘરે ઉંદર અને તેના બચ્ચાના દર્શનાર્થે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

- text