મોરબીના બે મેડિકલ છાત્રોની કચ્છ યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે નિમણૂક

- text


મોરબી : ભુજ ખાતે અભ્યાસ કરતા મોરબીના બે મેડિકલ વિદ્યાર્થીઓની કચ્છ યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે નિમણૂક થઈ છે. ત્યારે આ નિમણૂકને ઠેર ઠેર થી વધાવવામાં આવી છે.

- text

ભુજની અદાણી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા મોરબીના ભૂમિ જયંતિભાઈ ભાડેસિયા અને પ્રયાગ જયેશભાઇ દવેની કચ્છ યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે નિમાયા છે. ભૂમિબેન ભાડેસીયા હાલ એમ.ડી.( ઇએનટી) અને પ્રયાગ દવે એમબીબીએસ સેકન્ડ યરમાં અભ્યાસ કરી રહ્યા છે. બન્ને વિદ્યાર્થીઓએ કચ્છ યુનિવર્સિટીમાં સેનેટ સભ્યનું પદ મેળવીને મોરબીનું ગૌરવ વધાર્યું છે. ત્યારે તેઓ પર ઠેર ઠેરથી અભિનંદનવર્ષા થઈ રહી છે.

- text