હળવદથી તરણેતરના ભાતીગળ લોકમેળા માટે રપ બસ દોડશે

- text


તરણેતરના મેળાને માણવા જતા મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પળે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે : ડેપો મેનેજર

હળવદ : રાજયના તરણેતરના ભાતીગળ લોકમેળાનો આજે દબદબાભેર પ્રારંભ થઈ ચુકયો છે. ત્યારે હળવદ ખાતે તરણેતરના મેળો માણવા જતા મુસાફરો માટે ચાર દિવસીય એસ.ટી. નિગમ દ્વારા હળવદ બસ સ્ટેશનને રપ જેટલી બસો ફાળવવામાં આવી છે.સાથે જ મુસાફરોને કોઈ અગવડતા ન પડે તે માટે પણ ખાસ એસ.ટી. તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે ત્યારે આજરોજ ધ્રાંગધ્રાના ડેપો મેનેજરના હસ્તે શ્રીફળ વધેરી પ્રથમ એસ.ટી.ને સ્ટાર્ટ અપાયો હતો.

- text

રાજયના સૌથી મોટા ગણાતા તરણેતરના ભાતીગળ લોકમેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હળવદ બસ સ્ટેશનને ધ્રાંગધ્રા ડેપો દ્વારા રપ જેટલી બસો ફાળવવામાં આવી છે જેમાં ઝાલાવાડના પ્રસિધ્ધ ગણાતા તરણેતરના લોકમેળામાં હળવદના ગ્રામ્ય પંથક અને શહેરમાંથી જતા મુસાફરોને કોઈ અગવડતા ન પડે તેની પુરતી તકેદારી બરતવામાં આવી રહી છે. ત્યારે આજરોજ ધ્રાંગધ્રાના ડેપો મેનેજર વનરાજસિંહ ઝાલા રાજકોટ એસ.ટી. સ્ટોરના અધિકારી દેશમુખભાઈના વરદ હસ્તે શ્રીફળ વધેરી પ્રથમ એસ.ટી. બસને વિધિવત રીતે પ્રારંભ કરાયો હતો. જયારે હાલ તરણેતરના મેળાનો આજે પ્રથમ દિવસ હોવાથી લોકોનો ધસારો જાવા મળી રહ્યો છે. આ તકે એસ.ટી. નિગમ દ્વારા હળવદ બસ સ્ટેશનમાં મુસાફરોને સાવચેતીના ભાગરૂપે ખીસ્સા કાતરૂથી સાવધન રહેવું, પોતાના બાળકોને મેળા માણતા સમયે સાચવી રાખવા અને એસ.ટી. બસોમાં સ્વચ્છતા જાળવવી સહિતની અપીલ એસ.ટી. તંત્ર દ્વારા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે, હળવદ બસ સ્ટેશન ખાતે જામનગર અને જુનાગઢ એસ.ટી. ડેપોમાંથી રપ બસો ફાળવવામાં આવી છે. ઉપરાંત ગત વર્ષે હળવદને ફાળવવામાં આવેલ બસોના રૂટમાંથી એસ.ટી. તંત્ર રૂ.ર.૯૦ લાખની આવક થઈ હતી જયારે આ વર્ષે એનાથી વધુ રકમની આવક થશે તેમ ડેપો મેનેજરે હળવદ બ્રેકીંગની વાતચીતમાં જણાવ્યું હતું. આ તકે મજુરમહાજન યુનિયન ગ્રુપ અને એસ.ટી.ના કર્મી પરસોતમભાઈ, પ્રવિણભાઈ રબારી, વિપુલભાઈ ભાટકા, જે.એમ. સોલંકી હાજર રહ્યા હતા.

- text