મોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને ૬ માસની સજા સાથે દોઢી રકમ ચૂકવવાનો આદેશ

- text


ફરિયાદી પક્ષના વકીલ સી.પી.સોરીયાની ધારદાર દલીલો અને પુરાવાના આધારે કોર્ટ દ્વારા ફરિયાદીના તરફેણમાં હુકમ

મોરબી : મોરબીમાં 2013માં મિત્રને આપેલા હાથ ઉછીના આપેલા પૈસા પેટનો ચેક રિટર્ન થવાના કેસમાં મોરબી કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી છ માસની સજા અને ચેકની દોઢી રકમ ફરિયાદીને ચૂકવા આદેશ કર્યો છે.

- text

મોરબીના રવિ ચંદ્રકાન્તભાઈ હિરાણીએ આરોપી હાર્દિક અરવિંદભાઈ પુજારા સામે 1.35 લાખના ચેક રિટર્નનો કેસ કર્યો હતો. આ કેસમાં રવિભાઈ હિરાણીએ આરોપી હાર્દિક પૂજારાને મિત્ર દાવે 1.35 લાખ છ મહિના માટે હાથ ઉછીના આપ્યા હતા જે સમય પૂરો થતા હાર્દિકઇભાઇએ ઉછીના નાણાં પેટે 27/07/13ના રોજ ચેક આપ્યો હતો. પરંતુ આ ચેક રિટર્ન થયો હતો. બાદમાં આજ રોજ આ કેસમાં આર.એમ. કલોત્રાની કોર્ટ દ્વારા ફરિયાદીના વકીલ સી.પી.સોરીયાની ધારદાર દલીલો અને રજૂ કરવામાં આવેલા પુરાવાને આધારે કોર્ટ દ્વારા આરોપી હાર્દિક પુજારા ને કસુરવાર ઠેરાવીને ૬ માસની સજા ફટકારવામાં આવી હતી. આ સાથે ફરિયાદીને દોઢી રકમ એટલે કે રૂ. 2,02,500 ચૂકવવાનો હુકમ કર્યો છે.

- text