હળવદ : દેવળીયા નજીક ખાનગી ટ્રાવેલ્સ પલટી મારી જતા પાંચને ઈજા

- text


ટ્રાવેલ્સની એક હેડ લાઈટ બંધ હોવા છતાં ડ્રાઈવરે એક જ લાઈટે કચ્છની વાટ પકડી

હળવદ : હળવદના દેવળીયા નજીક ખાનગી ટ્રાવેલ્સ પલટી મારી જતા પાંચથી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ ૧૦૮ને કરાતા તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને હળવદની સરકારી હોÂસ્પટલમાં ખસેડાયા હતા. ત્યારે એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે અમદાવાદ રીફર કરાયા હતા.

જાણવા મળતી વિગતો મુજબ ગત મોડી રાત્રીના ૩ વાગ્યાના આસપાસ અમદાવાદથી કચ્છ તરફ જતી સહજાનંદ ટ્રાવેલ્સ દેવળીયા નજીક ચાલકની બેદરકારીના કારણે પલટી મારી જતા તેમાં રહેલ મુસાફરોની ચિચિયારીઓથી હાઈવે ગુંજી ઉઠયુ હતું. બનાવની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સને કરાતા બહાદુરદાન ગઢવી, પ્રવિણ મેરજાએ અકસ્માત સ્થળે દોડી ગયા હતા અને ગંભીર ઈજા પામેલ સીમાબેન કૌશીકભાઈ ઉમરાણીયા (ઉ.વ.ર૬) (રહે. રામાણીયા, તા.મુન્દ્રા – કચ્છ)ને હળવદની સરકારી હોÂસ્પટલ ખાતે લાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જેઓને માથાના અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા છે.

- text

જયારે નાની-મોટી ઈજાઓ પામેલ ચારથી પાંચ મુસાફરોને સારવાર માટે મોરબી લઈ જવામાં આવ્યા હતા. વધુમાં મળતી માહિતી મુજબ અમદાવાદથી ટ્રાવેલ્સ કચ્છ તરફ નિકળી ત્યારથી ટ્રાવેલ્સની એક બાજુની હેડ લાઈટ બંધ હોવા છતા પણ માત્ર એક જ લાઈટે ટ્રાવેલ્સના ડ્રાઈવરએે મુસાફરોની જિંદગી જાખમમાં મુકી કચ્છ તરફ જવા રવાના થયો હતો. ત્યારે હળવદના દેવળીયા નજીક સામેથી આવતા વાહનોની લાઈટના પ્રકાશથી અંજાવી જતા ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રાવેલ્સ હાઈવે રોડ પર પલટી મારી ગઈ હતી. અકસ્માત થયાના પગલે બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા જાકે સદનશીબે મોટી જાનહાની ટળી હતી.

- text