મોરબી : મકરાણીવાસમાંથી 9 જુગારી પાંચ લાખની રોકડ સાથે ઝડપાયા

- text


મોરબી : મોરબી એ ડિવીઝન પોલીસે મકરાણી વાસમા રહેણાંક મકાનમાં જુગાર ધામ ધમધમતું હોવાની બાતમીના આધારે દરોડો પાડી નવ જુગારીઓને પાચ લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા.

મોરબી એ ડિવીઝન પીઆઈ આર.જે.ચૌધરી માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફ પીએસઆઈ એમ.વી.પટેલ, મણીલાલ ગામેતી, રસીક પટેલ, અજીતસિંહ, રસીક પટેલ, કિશોર મિયાત્રા, ભરત મિયાત્રા સહીતની ટીમને મકરાણીવાસમા રહેણાક મકાનમાં જુગાર રમાતો હોવાની ખાનગી બાતમીના આધારે સાજે પોણા નવેક વાગ્યે ઉપરોક્ત પોલીસ કાફલો જઈ રહેણાંક મકાનમાં રેડ કરતાં જુગાર રમી જાવેદ અખ્તરભાઈ બ્લોચ જાતે મકરાણી ઉ.વ.૨૧ રહે.મકરાણી વાસ મોરબી , ઈસ્માઈલ યારમામદ બ્લોક જાતે મકરાણી ઉ.વ.૨૬ રહે.મકરાણી વાસ, સંજય ઉર્ફે આર.એસ.રૈયાભાઈ રાતડીયા જાતે ભરવાડ ઉ.વ.૨૯ રહે.શનાળા રોડ આરાધના પાર્ક મોરબી , નિકુંજ ઉર્ફે કાકો પ્રફુલ્લભાઈ દેત્રોજા જાતે પટેલ ઉ.વ.૨૦ રહે.કન્યા છાત્રાલય રોડ શેરી નં.૨૨ મોરબી , અબ્દુલ ઉર્ફે અબુ ખમીશા વાઘેર જાતે મિયાણા રહે.મચ્છી માર્કેટ મોરબી , હસમુખ ભરતભાઈ લખતરીયા ઉ.વ.૨૮ રહે.ગુ.હા.બોર્ડ મોરબી , અનિલ કુંવરજીભાઈ મુજારીયા જાતે રાવળ ઉ.વ.૫૧ રહે.શકત શનાળા , ઈરફાન અલારખાભાઈ ચીચોદરા જાતે ઘાંચી ઉ.વ.૩૯ રહે.કાલિકા પ્લોટ મોરબી ,અસ્લમ સલીમભાઈ ચાનીયા જાતે સંધી ઉ.વ.૩૨ રહે.કાલિકા પ્લોટ મોરબી વાળાને ૫,૦,૩૦૦૦/- રોકડ રકમ સાથે જુગાર રમતા પકડી એ ડિવીઝન પોલીસ મથકે જુગાર ધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

જોકે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ પોલીસ રેડ દરમિયાન મોટી રોકડ રકમ હાથ લાગી હતી. પરંતુ ચોપડે અડધી જ રકમ જ દર્શાવી છે. આ ઉપરાંત જુગારીઓને તાત્કાલિક છોડી મુકવા પણ મોટી રકમનો વહીવટ થયાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

 

- text