મોરબીમાં વિડીયો અને ફોટોગ્રાફરોને ટી સિરીઝ કંપનીના ત્રાસ મામલે કલેકટરને રજુઆત

- text


ધાર્મિક, લગ્નની વિડીયો સીડી – ડિવિડીમાં ગીતોનો ઉપયોગ કરવા મામલે ટી સિરીઝ કંપનીના કહેવાતા અધિકારીઓ પોલીસનો સાથ લઈ નાણાં પડાવતા હોવાનો આરોપ

મોરબી : મોરબી શહેરમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીનો ધંધો કરતા ધંધાર્થીઓને લગ્ન કે ધાર્મિક પ્રસંગની વિડીયો સીડી, ડીવીડીમાં ગીતોનો ઉપયોગ કરવા મામલે ટી સિરીઝ કંપનીના કહેવાતા અધિકારીઓ પોલીસનો સાથ લઈ ફરજિયાત લાયસન્સ લેવા દબાણ કરી નાણાં પડાવતા હોવા અંગે આજે જિલ્લા કલેકટરને રજુઆત કરી ત્રાસમાંથી મુક્તિ અપાવવા માંગણી ઉઠાવવામાં આવી હતી.

મોરબી ફોટોગ્રાફર એસોશિએશનના નેજા હેઠળ આજે ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફરો દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી જણાવ્યું હતું કે અમો લોકોના ધાર્મિક અને સામાજીક કાર્યકમોનું વિડીયો કવરેજ કરીએ છીએ, જેની અંદર વિડીયો શૂટિંગ દરમ્યાન આવેલા ઘોંધાટને દબાવવા માટે વર્ષોથી જુદી જુદી જાતના ઇન્સ્ટૂમેન્ટલ સોંગ અને ગીતોનો ઉપયોગ કરીએ છીએ. જે માત્રને માત્ર પાર્ટીના પર્સનલ ઘરમાં જોવા માટે ઉપયોગ થાય છે.

વધુમાં લગ્નની કેસેટ કોઈ થિયેટર કે ટેલીવિઝનમાં જાહેરમાં કે નાણાં કમાવવા માટે બનાવતા નથી ઉપરાંત ધાર્મિક કાર્યોમાં ઓડિયો મુકવો એ કોઈ ગુન્હો નથી છતાં પણ ટી-સિરીઝ જેવી રેપ્યુટેડ કંપની ફોટોગ્રાફરો ઉપર પોલીસનો સપોર્ટ લઇ ગેરકાયદેસર રીતે દરોડા પાડે છે અને તેનું લાઇસન્સ લેવા ફરજ પાડે છે કંપનીના સેલ્સપર્સન જાણે તેમની પ્રોડક્ટ વેચવા માટે નિકળા હોય તેવું વર્તન કરી ફોન દ્રારા ર્બોલાવીંને સ્ટુડીયોના સંચાલક, ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર સાથે દાદાગીરી આચરી પોલીસના અધિકારનો દુર ઉપયોગ કરી કોર્ટના સર્ચ વોરન્ટ વગર સાધન સમગ્ર પણ જપ્ત કરી લે છે જે દુઃખદ બાબત છે સરકાર રોજગારી સર્જે નહી જે લોકો પાસે રોજગાર છે તેને પણ આવા તત્વો બેરોજગાર બનાવી રહ્યા છે.

- text

વધુમાં રજુઆતમાં જણાવાયું હતું કે આ પ્રકારની રેડ માત્ર ગુજરાતમાં જ થાય છે ભારતભરમાં અન્ય કોઈપણ જગ્યાએ રેડ પાડી ફોટોગ્રાફરને હેરાન કરાતા નથી તો શા માટે ગુજરાતના ફોટોગ્રાફરોને નિશાન બનાવવામાં, આવે છે અને ગાંધીનગર સીઆઇડી ક્રાઈમના અધીકારીના લેટરપેડ ઉપર મંજુરી લઇને આવે છે એવું જણાવે છે પરંતુ કોઇ કાગળ અમોને બતાવવામાં આવતો નથી જેથી ઉપરોક્ત બાબતે યોગ્ય તપાસ કરવા પણ માંગણી ઉઠવાઈ હતી

ચોકવનારી બાબતતો એ છે કે એક સામાન્ય કંપનીનો એન્ટીવાયરસ સોફટવેર માત્ર રૂ.૫૦૦ માં કંપની આપે છે તેમાં તે કંપની સીડી આપે છે સાથે ઓનલાઇન રજીરટ્રેશન અને ઓનલાઇન અપડેટ આપે છે પરંતું સુપર કેસેટ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લી… (ટીસિરીઝ) દ્વારા જબરદસ્તી પૂર્વક આપવામાં આવતું લાયસન્સ માત્ર એક કાગળનું પુઠું જ છે બાકી કોઇપણ વસ્તુ આપતી નવી તો રૂ. ૧૫,૦૦૦/ટી-સિરીંઝ ક્યાં કારણોસર ઉધરાવે છે તેની યોગ્ય તપાસ કરવા એસોસિએશન દ્વારા માંગણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત કોપીરાઇટ એક્ટ-૧૯૫૭ની કલમ મુજબ કોઇપણ ધાર્મિક કાર્યમાં વપરાતાં ગીત, સંગીત કે મ્યુઝીક કોપીરાઇટમાં આવતા નથી તેવી જોગવાઈ હોવા છતાં કંપનીના માણસ દ્વારા દાદાગીરી કરવામાં આવી રહી છે.

રજૂઆતના અંતે મોરબી ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ ડેથરીયાએ જણાવ્યું હતું કે આજે કોપીરાઈટ મામલે ટી સિરિઝના કહેવાતા સેલ્સ પર્સન મોરબીમાં હોવા છતાં એસોસિએશનને મળ્યા ન હતા અને ધરાર કંપનીનું લાયસન્સ ૧૫ હાજરમાં લેવા દબાણ કરી માનસિક ત્રાસ આપતા હોય તાત્કાલિક આ મામલે યોગ્ય ઉકેલ લાવવા માંગણી કરી હતી.

- text