મોરબી નજીક બાઈક ઉપર ૫ બોટલ વિદેશી દારૂ લઈ જતા બે શખ્સ ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે જુના રફાળેશ્વર રોડ પર બાઈક ઉપર પાંચ વિદેશી દારૂની બોટલ લઈને જતા બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી નજીક જુના રફાળેશ્વર રોડ પર રામાપીરના ઢોળા પાસે બાઈક પર પાંચ વિદેશી દારૂની બોટલ લઈને જતા સાગર કાંતિ પલાણ અને રવિ જીતેન્દ્ર પાલાને પકડી પાડવામાં આવ્યા હતા. તાલુકા પોલીસે બન્ને શખ્સોને રૂ. ૩૧,૫૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text