હળવદના રણજિતગઢમાં ધમધમતી જુગાર કલબ ઝડપાઇ

- text


જુગાર રમતા ૯ જુગારીઓ ૧,૮૨,૫૦૦ ના મુદામાલ સાથે પકડાયા

હળવદ : હળવદ તાલુકાના રણજિતગઢ ગામે વાડીમાં જુગાર કલબ ચાલતી હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા ૯ ,જુગારીઓ રૂપિયા ૧,૮૨,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપાઇ ગયા હતા.

- text

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસે રણજીતગઢ ગામે વાડીમાં દરોડો પાડી જુગાર રમતા (૧) પ્રકાશભાઇ સુંદરભાઇ મોરી ચૌહાણ, ઉ વ૩૫ ધંધો ખેતી રહે રણજીતગઢ તા હળવદ (ર) કમલેશભાઇ હરજીવનભાઇ કારોડીયા, ઉ વ ૩૧ ધંધો ખેતી રહે રણજીતગઢ તા હળવદ (૩) બળદેવભાઇ બચુભાઇ કારોડીયા, ઉ વ ૪૭ ધંધો ખેતી રહે રણજીતગઢ તા હળવદ (૪) હીરાલાલ મનસુખલાલ કણઝરીયા, ઉ વ ૨૮ ધંધો ખેતી રહે રણજીતગઢ તા હળવદ (૫) મહેશભાઇ શામજીભાઇ તારબુંદીયા, ઉ વ ૩૨ ધંધો ખેતી રહે રણજીતગઢ તા હળવદ (૬) મહેશભાઇ રણછોડભાઇ, ઉવ ૩૫ ધંધો ખેતી રહે રણજીતગઢ (૭) રમણીકભાઇ ઠાકરશીભાઇ ડાભી, ઉ વ ૩૨ ધંધો ખેતી રહે રનજીતગઢ તા હળવદ (૮) ઇશ્વરભાઇ મનજીભાઇ કણઝરીયા, ઉ વ૪૫ ધંધો ખેતી રહે રણજીતગઢ તા હળવદ તથા (૯) જેસીંગભાઇ માણસુરભાઇ રાજગોર ઉવ ૪૨ ધંધો દૂધનો વેપાર રહે હળવદ સ્વામી નારાયણનગર વાળાને રંગેહાથ ઝડપી લીધા હતા.

વધુમાં પોલોસે દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી રોકડા રૂપીયા ૭૦,૫૦૦ તથા મોબાઇલ નંગ ૧૦ કી રૂ ૨૨,૦૦૦ તથા મોટરસાયકલ નંગ ૦૪ કી રૂ ૯૦૦૦૦ મળી કુલ મુદામાલ ૧,૮૨,૫૦૦ સાથે નવેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો દાખલ કર્યો હતો.

 

- text