માટેલમાં જુગાર રમતા છ ઝડપાયા : ૧૪૭૦૦ રોકડા જપ્ત

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામેથી પોલીસે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને રૂ.૧૪૭૦૦ ની રોકડ જપ્ત કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી માટેલ ગામે મોગલ માતાજીના મઢ નજીક જાહેરમાં જુગાર રમી રહેલા પ્રવિણભાઇ પરસોતમભાઇ વિંજવાડીયા, ઉ.વ. ૨૭, હિતેશભાઇ સાદુરભાઇ સરાવાડીયા ઉ.વ. ૨૫, જાદવભાઇ સોમાભાઇ સરાવાડીયા, ઉ.વ. ૩૫, શૈલૈષભાઇ તેજાભાઇ ડાભી, ઉ.વ. ૪૦, પ્રવિણભાઇ જેસીંગભાઇ વિરસોડીયા, ઉ.વ. ૨૩, અને મનસુખભાઇ વશરામભાઇ બાહુકીયા જાતે કોળી ઉ.૩૦, રહે બધા ગામ માટેલ તા. વાંકાનેર વાળાઓને રોકડા રૂ.૧૪૭૦૦ સાથે ઝડપી લીધા હતા.

 

- text