મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાંથી બાઇકની ચોરી

- text


મોરબી : મોરબીની વિશ્વકર્મા સોસાયટીમાં પાર્ક કરેલું બાઈક ચોરી થઈ ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના શનાળા રોડ પર વિશ્વકર્મા સોસાયટીમાં પાર્ક કરેલ જીજે ૧૦ બીકે ૬૪૦૧ નંબરના હોન્ડા સાઈન બાઇકની કોઈ અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરી ગયો છે. આ મામલે બાઇકના માલિક અલ્પેશભાઈ મુકુંદભાઈ ભાલારાએ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text