મોરબી જિલ્લા પોલીસ ડાયરી (14-08-2018)

- text


1) મોરબીના જેતપર ગામે બાઇક દીવાલ સાથે અથડાતા યુવાનનું મોત

મોરબી : મોરબીના જેતપર ગામે બાઈક દીવાલ સાથે અથડાતા બાઈક સવાર યુવાનનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. તાલુકા પોલીસે બનાવ સંદર્ભે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના જેતપર ગામે સેલો સીરામીકની દિવાલ સાથે બાઈક ચાલક વિકેશ ચંદુભાઇ રાઠવા ઉ.વ.૨૬ અથડાતા તેમનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે તાલુકા પોલીસે નોંધ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

2) રસ્તામાં મોટરસાયકલ કેમ આડુ મૂક્યું કહી ટંકારામાં બે છગનભાઇ બાઝ્યા !!

ટંકારા : ટંકારા ગામની સીમના રસ્તા પર આડુ પડેલ મોટર સાયકલ હટાવવા મુદ્દે બે છગનભાઈ સામસામે આવી જઈ પાવડાના હાથા વડે મારામારી પર ઉતરી આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ છગનભાઇ વાલજીભાઇ ઘેટીયા ઉ.વ. ૫૦ ધંધો- ખેતી રહે. ગાયત્રીનગર કિશાનનગર શેરી ટંકારાવાળા પોતાનુ ટ્રેકટર લઇ પોતાની વાડીએથી પરત આવતા હતા ત્યારે આરોપી છગનલાલ ત્રિભોવનભાઈ ઘેટિયાએ રસ્તામાં તેનુ મોટર સાયકલ રાખેલ હોય તે આઘુ લેવાનુ કહેતા આરોપીએ ફરીયાદીને ગાળો આપી પાવડો નો એક ઘા માંથામા કપાળ ઉપર મારતા કાંપા જેવી ઇજા કરી હતી તેમજ સાહેદ રવિભાઇ આરોપીને સમજાવા જતા આરોપીએ સાહેદ રવિભાઇ ને પણ પાવડાનો એક ઘા ડાબા હાથમા મારી ઇજા કરી આ રસ્તામાંથી ચાલશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે છગનભાઇ વાલજીભાઈ ઘેટિયાની ફરિયાદના આધારે પોલીસે હથિયાર બંધી જાહેરનામા નો ભંગ કરવા અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

3) માળિયામાં યુવાન પર ૭ શખ્સોનો ખૂની હુમલો

માળીયા : માળિયામાં એક યુવાન પર ૭ શખ્સોએ ખુની હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે યુવાને પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સાતેય આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. માળિયાના જેડા વાસમાં રહેતા હારુન દિલાવરભાઈ જેડાએ માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ જ્યારે માતમના ઓટા પાસે હતા ત્યારે હનીફ ગફર કટિયા, મઠો ઉર્ફે ડાડો ગફર કટિયા, શાહરુખ ઉર્ફે સારો મહેબૂબ જેડા, રફીક સુભાન સામતાણી, અવેશ આમદ સામતાણી અને આસિફ ભારમલ જેડાએ હથિયાર સાથે ધસી આવીને તેમના પર તેમજ અન્ય બે વ્યક્તિ પર પ્રાણઘાતક હૂમલો કર્યો હતો. માળીયા પોલીસે યુવાનની ફરિયાદના આધારે ૭ શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

4) હળવદના માથકમાં પથ્થરના છુટા ઘા ઝીકી હુમલો

હળવદ : હળવદના માથક ગામે ચાર આરોપીએ એક સંપ કરી છુટા પથ્થર ના ઘા ઝીકી બે વ્યક્તિને ઇજા પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ રામદેવસીંહ મહીપતસીંહ ઝાલા રહે. માથક તા. હળવદ જી. મોરબી વાળાને આરોપી (૧) પથુભાઇ દલુભાઇ ગોહીલ તથા (૨) રાજુભાઇ ટાંક તથા (૩) નવઘણ હીરાભાઇ કોળી તથા (૪) વજાભાઇ હીરાભાઇ કોળી તથા (૫) ધીરા હીરાભાઇ કોળી રહે. બધા માથક તા. હળવદ જી. મોરબી વાળાઓએ છુટા પથ્થરનો ઘા કરી ફરીને જમણા ગાલ ઉપર ઇજા કરી તેમજ આરોપી રાજુભાઇ ટાંકે સાહેદ હરપાલસીંહને જમણા હાથે ધોકા વતી મારી મારી તેમજ આરોપી પથુભાઇ દલુભાઇ ગોહીલે જાનથી મારીનાખવાની ધમકી આપી તેમજ આરોપી ધીરાભાઇ હીરાભાઇ તથા વજાભાઇ હીરાભાઇએ ફરી તથા સાહેદોને છુટા પથ્થરોના ધા કરી ગુન્હામા એક બીજાને મદદગારી કરતા ફટીયાદ નોંધાઇ છે. આ મામલે પોલીસે ડી.એમ. મોરબીનાઓના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરવા અંગે ફરિયાદ નોંધી છે.

5) મોરબીના કુબેરનગરમાં ૧૦ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબી : મોરબીના કુબેરનગરમાં પોલીસે દરોડો પાડી ૧૦ બોટલ દારી સાથે એકને ઝડપી લીધો હતો. જાણવા મળ્યા એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે બીપીનભાઇ હિંમતલાલ મહેતા ઉવ-૫૦ રહે. મોરબી, કુબેરનગર, શેરી નં.-૩ નવલખીરોડવાળાના રહેણાંક મકાનમાં દરોડો પાડી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇગ્લીશ દારૂની ૭૫૦ મીલીની સીલપેક કિંગ વ્હીસ્કીની બોટલો નંગ-૧૦ કિ.રૂ ૩૦૦૦ મુદામાલ સાથે પકડાઇ ગયો હતો. આ મામલે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text