મોરબી ત્રિપલ મર્ડર કેસ : ત્રણેય મૃતકો સામે હુમલો કર્યાની વળતી ફરિયાદ

- text


૧૨ આરોપીઓની ધરપકડ બાદ તાલુકા પોલીસ મથકે વળતી ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીના ત્રિપલ મર્ડર કેસમાં પોલીસે ૧૨ આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે સામાપક્ષેથી આરોપીઓએ પણ મૃતકોએ જમીન કેસ પાછો ખેંચી લેવાનું કહી ધમકી આપી હુમલો કર્યો હોવાની વળતી ફરિયાદ નોંધાવી છે.

મોરબીના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં આરોપી ધનજીભાઈ મનસુખભાઈ ડાભી, કિશોરભાઈ શીવાભાઈ ડાભી, પ્રવીણભાઈ શીવાભાઈ ડાભી, સંજયભાઈ નારણભાઈ ડાભી, ભરતભાઈ નારણભાઈ ડાભી, જયંતી નારણભાઈ ડાભી, અશ્વિનભાઈ જીવરાજભાઈ ડાભી, ભરતભાઈ જીવરાજભાઈ ડાભી, કાનજીભાઈ મનસુખભાઈ ડાભી, શીવાભાઈ રામજીભાઈ ડાભી, મનસુખભાઈ રામજીભાઈ ડાભી, જીવરાજભાઈ રામજીભાઈ ડાભી રહે. બધા લીલાપરની બાજુમાં બોરિયાપાટી વાડી વાળા તમામની અટકાયત કરવામાં આવી છે અને આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ આદરી છે.

- text

ત્રીપલ મર્ડર કેસમાં આરોપીઓને પકડી પોલીસે કાયદેસર કાર્યવાહી આદરી છે તો સામાપક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદી સંજય નારણ ડાભીએ જણાવ્યું છે કે આરોપીઓ દિલાવરખાન હુશેનખાન પઠાણ, મોમીન દિલાવરખાન પઠાણ અને અફઝલ અકબર પઠાણ રહે. લીલાપર રોડ વાળાએ ફરિયાદી અને સાહેદ મોટરસાયકલ પાર ચાપાણી લેવા જતા હોય ત્યારે રસ્તો રોકી જમીનનો કેસ પાછો ખેંચી લેજો નહીંતર તમને મારવા પડશે તેમ કહી આરોપીઓએ લોખંડ પાઇપ વડે માર મારી તેમજ અન્ય આરોપીઓએ છરી વડે ઇજા કરી મોટરસાયકલમાં નુકશાન કરી ઇજા પહોંચાડી હોવાનું જણાવ્યું છે.

- text