મોરબીના ભક્તિનગર સર્કલે ગૌરક્ષકની હત્યાના વિરોધમાં ચક્કાજામ

- text


પોલીસની સમજાવટ બાદ રસ્તા રોકો આંદોલન સમેટાયું

મોરબી : ગૌ રક્ષકની હત્યા અને માલધારી સમાજ પર થયેલા પોલીસ દમનના વિરોધમાં મોરબી જિલ્લા ગોરસ સમિતિ, માલધારી વિકાસ સંગઠન દ્રારા તેમજ સમસ્ત માલધારી સમાજ દ્રારા આગામી આજે મંગળવારે સવારે ૧૧ કલાકે શનાળા બાયપાસ પર આવેલા ભક્તિનગર સર્કલ ખાતે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું.

- text

મોરબી જિલ્લા ગોરસ સમિતિ તથા માલધારી વિકાસ સંગઠન દ્રારા તેમજ સમસ્ત માલધારી સમાજ દ્રારા મહેસાણા જિલ્લાના કડીતાલુકાના ખેરપુર ગામનાં ગૌરક્ષક રાજુભાઇ રબારીની તાજેતર મા કસાઇઓ દ્રારા કરાયેલ હત્યાના વિરૂદ્ધમા તેમજ રાજપુરથી નંદાસણ સુધી સમસ્ત માલધારી સમાજ દ્વારા કઢાયેલ રેલિ શાંતીપૂર્વક જઇ રહિ હતી ત્યારે સરકારના કોઇ મંત્રીના ઇશારે માલધારી સમાજ પર પોલીસે લાઠિ ચાર્જ કરેલ બળપ્રયોગ કરેલ તેમજ ટીયરગેસ છોડેલ અને અસંખ્ય માલધારી સમાજ ની ધરપકડ કરેલ તેના વિરૂદ્ધમા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું.

ગોરસ સમિતિ દ્વારા ભક્તિનગર સર્કલ ખાતે ચક્કાજામ કરવામાં આવતા ત્રણેય રસ્તા પર થોડી વાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યારે પોલીસની સમજાવટથી મામલો થાળે પડતા રસ્તા રોકો આંદોલન સમેટાયું હતું.

- text