મોરબીના વાવડી ગામે પ્લોટના લાભાર્થીઓનો ફરીથી સર્વે કરવા ડીડીઓને રજુઆત

- text


અનેક લાભાર્થીઓ અગાઉથી જ પાક્કા મકાન ધરાવતા હોવાની રાવ

મોરબી : મોરબીના વાવડી ગામે ફાળવવામાં આવેલા ૧૦૦ વાર ચો.મી. પ્લોટના લાભાર્થીઓનો ફરીથી સર્વે કરવા ગ્રામજનોએ ડીડીઓને રજુઆત કરી છે. સાથે ગ્રામજનોએ એવી પણ રાવ કરી છે કે લાભાર્થીઓમાંથી કેટલાક અગાઉથી જ પાક્કા મકાન ધરાવે છે.

મોરબીના નાના વાવડી ગામે રહેતા કિશોરભાઈ મનજીભાઈ ઉભડિયા સહિતના ગ્રામજનોએ ડીડીઓને રજુઆત કરી હતી કે વાવડી ગામે વર્ષ ૨૦૦૭માં કેટલાક લાભાર્થીઓને ૧૦૦ વાર ચો.મીના પ્લોટનો ફાળવવા માટે સર્વે કરીને ચાલુ વર્ષે તેમને પ્લોટ ફાળવણીનો હુકમ કરવામાં આવ્યો છે.

- text

વધુમાં જણાવ્યું કે હકીકતમાં મોટાભાગના લાભાર્થીઓ પોતાની માલિકીના પાક્કા મકાનો ધરાવે છે. ઉપરાંત કુટુંબમાં એકથી વધુ નામ પણ આવ્યા છે. જો કે નાની વાવડી ગામે એવા ઘણા ગરીબ લાભાર્થીઓ છે જે ખરી રીતે પ્લોટના હકદાર છે. તેથી ગ્રામજનોએ આ બાબતે રી સર્વે કરી ખરા અર્થમાં લાભાર્થીઓ હોય તેઓને પ્લોટની ફાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.

 

- text