ટંકારામાં ખેત મજૂરની બાળકીને સર્પએ ડંખ મારતા ગંભીર

- text


ટંકારા : ટંકારાના ઉમિયા નગરમા ખેત મજૂરની આઠ વર્ષ ની બાળાને સાપે ડંખ મારતા બાળકીને ગંભીર હાલતમાં પ્રથમ મોરબી બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારાના ઉમિયા નગરમાં ખેતરમા મજુરી અર્થે આવેલા આદિવાસી રમેશભાઈની આઠવર્ષની પુત્રી રેલમ ને રાત્રે દશેક વાગ્યાના અરસામાં સાપે ડંખ મારતા ૧૦૮ ને જાણ કરી હતી ઈમર્જન્સી ના પાઈલોટ સલીમ ભુગર અને ડો વલ્લભ લાઠીયા એ પ્રાથમિક સારવાર આપી મોરબી ખાનગી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. પરંતુ ત્યાં બાળકીની હાલત વધુ ગંભીર હોવાથી બાળકીને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયેલ હતી.

- text

- text