વાંકાનેરના આણંદપરમાં જુગાર રમતા ૧૨ ઝડપાયા : ૧,૫૧,૬૬૦ નો મુદામાલ જપ્ત

- text


વાંકાનેર તાલુકા પોલીસે સપાટો બોલાવતા જુગરીઓમાં ફફડાટ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના આણંદપર ગામે પોલોસે બાતમીને આધારે દરોડો પાડી ૧૨ શખસોને જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રૂ.૧,૫૧,૬૬૦ ની માલમતા કબ્જે કરતા જુગારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

ગઈકાલે રાત્રે પેટ્રોલીંગ કરી રહેલ વાંકાનેર તાલુકા પોલીસ ટીમને ખાનગી રાહે હકીકત મળેલ કે. વાકાનેર તાલુકાના આણંદપર ગામે સહકારી દુધ મડળી ના આગળ ના ભાગે ખુલ્લા પટ મા લાઇટ ના અજવાળે તીન પતી નો જુગાર રમાઇ રહ્યો છે.

- text

જેથી પોલીસે હકીકત વાળી જગ્યા એ આજરોજ રાત્રીના સાડાબાર વાગ્યે રેઇડ કરતા (૧) દેવકરણ ઉર્ફે મુનો નારણભાઇ કેરવાડીયા (૨) રામજીભાઇ જેઠાભાઇ કેરવાડીયા (૩) વિષ્ણુભાઇ હરજીભાઇ કાજીયા કોળી (૪) બેચરભાઇ ભનુભાઇ કાજીયા (૫) વિપુલભાઇ હમીરભાઇ દલાણીયા (૬) મહેશભાઇ વાલજીભાઇ કેરવાડીયા (૭) ખોડાભાઇ મનસુખભાઇ કુક્વાવા (૮) મહેશભાઇ જેઠાભાઇ કેરવાડીયા (૯) પરબતભાઇ ઉફેં મુનો પ્રભુભાઇ કાજીયા (૧૦) સુરાભાઇ ચનાભાઇ કાંજીયા (૧૧) વિપુલભાઇ ભાણજીભાઇ કેરવાડીયા અને (૧૨) સીંધાભાઇ જીલાભાઇ કેરવાડીયા, રહે, બધા આણંદપર તા.વાંકાનેર જિ. મોરબી વાળાઓ રોક્ડા રૂ. ૧૪.૧૬૦ તથા મોબાઇલ ફોન ૧૧ કિ.રૂ ૧૭,૫૦૦ તથા મોટર સાયકલ નંગ ૬ કિ. રૂ. ૧,૨૦,૦૦૦ મળી કુલ કિ રૂ ૧,૫૧,૬૬૦ ના મુદામાલ સાથે ઝડપાઇ ગયા હતા.

આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગરધારાની કલમો મુજબ ગુંન્હો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે.

- text