ટંકારાના ગરીબ લાભાર્થીઓને પ્લોટનો કબજો ન સોંપતા કલેકટરને રજુઆત

- text


એક વર્ષ પૂર્વે લાભાર્થીઓને પ્લોટ ફાળવવા હુકમ કરાયો હોવા છતાં માપણી કરી કબજો ન સોંપાયો !

ટંકારા : ટંકારામાં વસવાટ કરતા ગરીબ લાભાર્થીઓને સરકાર દ્વારા એક વર્ષ પૂર્વે રહેણાંક માટે ૧૦૦ ચોરસ વાર જમીન ફાળવવા હુકમ કરાયા હોવા છતાં આજદિન સુધી કબજા ન સોંપતા લોકોએ ડીડીઓ, કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારામાં વસવાટ કરતા ગરીબ પછાતવર્ગના લોકોને સરકાર તરફથી એક વર્ષ પૂર્વે ૧૦૦ ચોરસવાર જમીન ફાળવણી અંગેના હુકમ આપવામાં આવ્યા હતા પરંતુ એક વર્ષ વીતવા છતાં હજુ કબજા ન સોંપતા ૧૦ આસામીઓ દ્વારા ડીડીઓ અને કલેકટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કબજો સોંપવા માંગણી ઉઠાવવામાં આવી હતી.

- text