માળીયાના વેજલપરમાં જુગાર રમતા સાત ઝડપાયા

- text


માળીયા : માળીયા તાલુકાના  વેજલપર ગામમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા સાત ઇસમોને રૂ.૧૮૨૭૦ ની માલમતા સાથે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયાના વેજલપર ગામે કોળીવાસમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા વિક્રમભાઈ મનજીભાઈ ગડેશીયા, ઉ.વ.૨૨ રહે.વેજલપર તા.માળીયા, કમલેશભાઈ ભગવાનજીભાઈ ગડેશીયા, ઉ.વ.૨૧ રહે.વેજલપર તા.માળીયા, જગદિશભાઈ વસંતભાઈ ગૌસ્વામી, ઉ.વ.૩૨ રહે.વેજલપર તા.માળીયા, અજયભાઈ દિનેશભાઈ ગોસાઈ, ઉ.વ.૧૯ રહે.રાજકોટ,કોઠારીયા મેઈન રોડ,શિવમ પાર્ક,શેરી નં.-૧, રવજીભાઈ ભુપતભાઈ ગડેશીયા, ઉ.વ.૩૨ રહે.વેજલપર તા.માળીયા, જગદિશભાઈ મગનભાઈ ગડેશીયા, ઉ.વ.૨૩ રહે.વેજલપર તા.માળીયા તથા મુકેશભાઈ લાભુભાઈ ગડેશીયા ઉ.વ.૨૬ રહે.વેજલપર તા.માળીયા વાળા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

- text

આ મામલે પોલીસે સાતેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ ૧૨ મુજબ જાહેરમાં ગંજી પતાના પાના અને પૈસા વતી પૈસાની હાર જીતનો જુગાર રમી, રમતા મળી આવતા રોકડા રૂપીયા ૯૭૭૦, મોબાઈલ નંગ-૭ કી.રૂ.૮૫૦૦ મળી કુલ રૂપીયા.૧૮૨૭૦ ના મુદમાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- text