મોરબી : જુગાર રમતા આઠ ઝડપાયા

- text


પોલીસે ૪૦, ૫૦૦ રોકડા કબ્જે કર્યા

મોરબી : મોરબીના વાવડી રોડ પર આવેલા ગાયત્રીનગરમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૮ શખ્સોને ૪૦,૫૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે વાવડી રોડ ઉપર ગાયત્રીનગર શેરીનં.૩માં હિરાલાલ મણીશંકર ભટ્ટના મકાનમાં ચાલતી જુગાર કલબ ઝડપી લઈ જગદીશભાઇ હરીલાલ પારેખ, ઉ.વ.૫૩ રહે.મોરબી સામાકાંઠે રામકૃષ્ણનગર એમ.-૮ પ્રાથમિક શાળા ની સામે, ગોપાલભાઇ કરશનભાઇ બાવરવા, ઉ.વ.૬૮ રહે.મોરબી અવની ચોકડી ગીરીરાજ એપાર્ટમેન્ટ ની બાજુ મા પેરેડાઇઝ એપાર્ટમેન્ટ બ્લોકનં.૭૦૨ મુળરહે.લુટાવદર તા.મોરબી, જયંતિભાઇ નરશીભાઇ ગોધવીયા, ઉ.વ.૪૫ રહે.મોરબી શનાળા રોડ ઉમીયા સર્કલ પાસે બજાજ શો રૂમ પાછળ કપિરાજ એપાર્ટમેન્ટ બ્લોકનં.૬૦૪ મુળરહે.માણેકવાડા તા.મોરબી, ભદ્રેશભાઇ ગોરધનભાઇ મેરજા ઉ.વ.૪૨ રહે.મોરબી વાવડી રોડ ગાયત્રીનગર જીવનજયોત સોસાયટી મુળરહે.નારણકા તા.મોરબી, પ્રવિણભાઇ માવજીભાઇ કાવર, ઉ.વ.૪૬ રહે.મોરબી વાવડી રોડ કબીર આશ્રમ થી આગળ મારૂતિ નગર મુળરહે.
ચમનપર તા.માળીયા(મિ), નિતીનભાઇ દલસુખભાઇ શેરશીયા ઉ.વ.૩૦ રહે.મોરબી વાવડીરોડ ગાયત્રીનગર શેરીનં.૧ મુળરહે. ખેવારીયા તા.મોરબી તેમજ વિરેન્દ્રભાઇ હરીભાઇ મહેતા ઉ.વ.૭૫ રહે.મોરબી મહેન્દ્રડ્રાઇવ રોડ હરિભાઇ ગોલાની બાજુમા વાળાને જુગારધારા કલમ ૪-૫ મુજબ તે એવી રીતે કે આરોપી નં-૧ ના એ પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાન મ ગંજીપતાના પાના અને પૈસા વતી રોન પોલીસનો તીન પતીનો હારજીતનો જુગાર રમી રમાડતા જુગારનો અખાડો ચલાવી ગંજીપતાના પાના નંગ-૫૨ તથા રોકડા રૂ.૪૦૫૦૦ના મુદામાલ સાથે મળી આવતા તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- text