મોરબીના મહેન્દ્રનગરમાં જુગાર રમતા ૪ શખ્સો પકડાયા

- text


બી ડિવિઝન પોલીસે રોકડ રૂ. ૭૧ હજાર જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબી : મોરબીના સમાકાંઠે મહેન્દ્રનગરમાં જુગાર રમતા ૪ શખ્સોને પોલીસે રોકડ રૂ. ૭૧,૧૮૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ સામે આવેલા માર્કેટ શોપિંગ સેન્ટરમાં જુગાર રમતા રાહુલભાઇ રમેશભાઇ વાઘડીયા ઉ.વ.૨૫ રહે.ઉમા ટાઉન શીપ મોરબી-૨, વિશાલભાઇ ઠાકરશીભાઇ ઉદરીયા રહે.ગોપાલ સોસાયટી મોરબી-૨, મહેશભાઇ જવેરભાઇ દેસાઇ ઉવ.૩૦ રહે. ઉમા ટાઉનશીપ મોરબી-૨ અને ધવલભાઇ ભીમજીભાઇ હરણીયા ઉવ.૨૬ રહે.રવાપર રોડ વિવેકાનંદ-૨ મોરબીને ઝડપી પાડવામાં આવ્યા હતા.
બી ડિવિઝન પોલીસે ચારેય આરોપીની અટકાયત કરી રોકડ રૂ. ૭૧,૧૮૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text