મોરબીમાં ઉચ્ચ પોલીસ અધિકારીને બદનામ કરવા ખુદ પોલીસ મેદાને !

- text


નાના ધંધાર્થીઓને અધિકારીના નામે હેરાન કરતા ખાખી અને જીઆરડીને નાથવા જરૂરી : ખાખીનો ખૌફ માઝા મુકતા વેપારીઓ દ્વારા માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરવા તજવીજથી ચકચાર

મોરબી : મોરબીના ફરજનિષ્ઠ અને કડક અધિકારી તરીકે સારી કામગીરી કરતા ઉચ્ચ અધિકારીને બદનામ કરવા મોરબીના જ કેટલાક પોલીસ જવાનો અને જીઆરડી સ્ટાફ મેદાને પડી રાત્રીના સમયે નાના ધંધાર્થીઓને નિશાન બનાવી સિતમ વરસાવતા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે, ઉલ્લેખનીય છે કે ખાખીના ખૌફથી ત્રસ્ત કેટલાક વેપારીઓ દ્વારા હવે માનવઅધિકાર પંચમાં ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી હોવાનું પણ બહાર આવ્યું છે.

મોરબી જીલ્લામાં પોલીસ દ્વારા ક્રાઇમ રેટ ઘટાડવાના અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે અમુક પોલીસમથકમાં નાઈટ પેટ્રોલિંગમાં ફરજ બજાવતા પોલીસજવાનો જીઆરડી જવાનો ને સાથે લુખ્ખાગીરી કરતા હોવાની ફરિયાદો ઉઠી છે, ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ તમામ પોલીસ જવાનોને તમામ ધંધાર્થીઓ ને સરખા ગણી સરખો ન્યાય આપવામાટે ની કડક સૂચના આપી હોવા છતાં અમુક પોલીસજવાનો ઉચ્ચ અધિકારીને બદનામ કરવા માટે ફક્ત નાના ધંધાર્થીઓને નિશાન બનાવી ગંદી રમત રમી રહ્યા છે, આશ્ચર્ય ની વાત એ છે કે પોતાના લાગતા વળગતા અને સાગા વ્હાલાના ધંધા આખી રાત ચાલુ રહે એ માટે સામાન્ય વર્ગ કે જેની કોઈ લાગવગ નથી તેવા નાના ધંધાર્થીઓ ના પેટ પર પાટુ મારી અને કાયદાનો ડર બતાવી બંધ કરાવી દેવામાં આવે છે અને તેને માર પણ મારવામાં આવતો હોવાનું ખુલ્યું છે.

- text

એક ધંધાર્થીએ નામ નહિ આપવાની શરતે જણાવ્યું હતું કે ઉચ્ચ અધિકારીને બદનામ કરવાના ઈરાદાથી જ અમુક નવા પોલીસ કર્મીઓ દ્વારા અમારા જેવા નાના ધંધાર્થીઓને હેરાન કરવા મા આવે છે અને આવા અન્યાય ને કોઈ શરતે સાંખી લેવામાં નહી આવે અને પોતાના સાગા વ્હાલાના ધંધાઓ ચલાવવા માટે અમને નાના ધંધાર્થીઓને ધંધા બંધ કરવામાં આવી રહ્યા છે.

ઉપરાંત અમુક પોલીસકર્મચારીઓ પોતાના આંતરિક અસંતોષના લીધે પણ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ઉચ્ચ અધિકારીને બદનામ કરવા માટે જ આવું કરીયે છીએ તેવું જાહેર બોલી નશો કરી બકવાસ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે રાત્રીના બે વાગ્યા પછી પોલીસકર્મીઓ ચેકીંગના નામે શહેરને સુરક્ષા પુરી પાડવા ને બદલે ગુંડાઓની માફક દાદાગીરી કરતા હોય તેમના વિરુદ્ધ પગલાં ભરવા જરૂરી હોવાનું મનાય રહ્યું છે.

નાઈટ પેટ્રોલિંગ માં ફરજ પર રહેલા અધિકારીઓની વિગત પણ અમુક પોલીસકર્મીઓ દ્વારા તેના સાગાવ્હાલા ધંધાર્થીઓને પહોંચાડી દેતા હોવાનું જગ જાહેર છે ત્યારે ફરજ પ્રત્યે વફાદાર પોલીસકર્મીઓ પણ આવા અમુક અપવાદરૂપ ભ્રષ્ટ કર્મચારીઓ ખુલ્લા પડે તેવું ઈચ્છી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે પોલીસકર્મીઓ દ્વારા કરવામાં આવતા શોષણ બાબતે અમુક ભોગ બનનાર નાના ધંધાર્થીઓંનું જુથ રાજકોટના માનવ અધિકાર પંચના તજજ્ઞને પુરાવાઓ અને સાક્ષી સાથે મળ્યા હતા અને ઉચ્ચકક્ષાએ નામ જોગ રજૂઆત કરી માનવ અધિકાર પંચ અને હાઇકોર્ટનું શરણ લેવા નક્કી કર્યું હોવાનું બહાર આવ્યું છે.

- text