મોરબી : બ્રાહ્મણ યુવતીને પરણિત મુસ્લિમ યુવાન ઉઠાવી જતા બ્રહ્મસમાજ લાલઘૂમ

- text


મોરબી : મોરબીના લાયન્સ નગરમાં રહેતી બ્રાહ્મણ યુવતીને પરણિત મુસ્લિમ શખ્સ ઉઠાવી જતા આ મામલે મોરબી બ્રાહસમાજ લાલઘૂમ બન્યો છે, ઘટનાંને પંદર દિવસનો સમય વીતવા છતાં પોલીસ યુવતીને શોધી ન શકતા આજે બ્રહ્મસમાજ દ્વારા મહિલા પોલીસને આવેદનપત્ર પાઠવી રાજ્યપાલ અને મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચાડી છે.

જાણવા મળ્યા મુજબ પંદર દિવસ પૂર્વે મોરબીના લાયન્સ નગરમાં રહેતી બ્રાહ્મણ યુવતીને તેના જ ઘર સામે રહેતો અબુ મુસા પાર્કર નામનો પરણિત મુસ્લિમ શખ્સ ઉઠાવી જતા આ મામલે યુવતીના પિતા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

પરંતુ આ ગંભીર ઘટનામાં પંદર – પંદર દિવસ બાદ પણ યુવતીની ભાળ ન મળતા આજે મોરબી બ્રહ્મસમાજ દ્વારા મહિલા પોલીસને આવેદનપત્ર પાઠવી મુખ્યમંત્રી અને રાજ્યપાલ સમક્ષ ધા નાખી યુવતીને મુસ્લિમ શખ્સની ચુંગાલમાંથી છોડાવવા માંગ ઉઠાવી લવ જેહાદના નામે ચાલતા આ ખેલમાં સંડોવાયેલા શખસો સામે કડક હાથે કામગીરી કરવા માંગ ઉઠાવી હતી.

- text

 

 

- text