અપના હાથ જગ્ગનાથ : વાંકાનેરના પાજ ગામના લોકોએ બનાવ્યો દેશનો પ્રથમ પ્રજાનિર્મિત પુલ

- text


સરકારની રાહ જોયા વગર પાજ ગામની લોક સમિતિએ એક કરોડથી વધુના સ્વ ખર્ચે આધુનિક ટેકનોલોજીથી મજબૂત પુલનું નિર્માણ કરી બતાવ્યું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના નાના એવા પાજ ગામના લોકોએ સમગ્ર દેશમાં પ્રથમ કહી શકાય તેવો પ્રજાનિર્મિત વિશાળ પુલનું સ્વ ખર્ચે નિર્માણ કરી અપના હાથ જગ્ગનાથ કરી સમાજને નવો રાહ ચીંધ્યો છે. આ આધુનિક વિશાળ પુલનું આગામી તા. ૨૪ ના રોજ જિલ્લા કલેકટર માકડીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

વાંકાનેર તાલુકાના પાજ ગામે આવન જાવન માટે વિશાળ મચ્છુ નદી અવરોધ રૂપ બનતી હોય છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામજનો કાયમી મુશ્કેલી અનુભવતા હોય પુલ બનાવવા માંગ કરી રહ્યા હતા પરંતુ ગ્રામજનોની માંગ ફાઇલમાં અટવાઈ જતા મચ્છુ નદી પર ગ્રામજનોએ સ્વ ખર્ચે અને મહેનતે બ્રિજનું નિર્માણ કરવાનો મહા નિર્ણય લઇ અત્યંત મજબૂત અને આધુનિક પુલ સાકાર બનાવ્યો છે.

વાંકાનેરના પાજ ગામે ગ્રામજનોએ સ્વ. ખર્ચે બનાવેલ દેશના ઐતિહાસિક પ્રજાનિર્મિત બ્રિજનું કામ પુર્ણ થઇ ગયેલ છે. આ બ્રિજ નિર્માણમાં સમાજના દાતાઓ તથા વેપારી ભાઈઓનો સહકાર મળ્યો હતો. ગ્રામજનોએ પાજ ગ્રામ લોક સમિતિની રચના કરી આ બ્રિજનું નિર્માણ કર્યું છે.

- text

બ્રિજના નિર્માણ કાર્ય માટે પાજ ગ્રામ લોક સમિતિના બાદી સતારભાઈ (સમાજ સેવક), શેરસિયા ઈસ્માઈલભાઈ (એન્જીનિયર), બાદી અમીયલભાઈ (એન્જીનિયર), સિપાઈ ગુલાબભાઇ (AFPRO), માથકિયા જાકીરભાઈ (ગ્લોસી કોટેક્ષ), માથકિયા રીયાજભાઈ (કિસ્મત ટ્રેડર્સ), સિપાઈ અબ્દુલભાઈ (મિસ્ત્રી), સિપાઈ ઇકબાલ (જનતા એન્જી.),સિપાઈ નજરૂદિન (સુપ્રીમો રીવા.),સિપાઈ ઈસ્માઈલ અમી, સિપાઈ ઇલ્મુદિન ઇબ્રાહિમ, સિપાઈ યુસુફ ઉસ્માન, સિપાઈ મંજુર અબ્દુલ, સિપાઈ ઇરફાન આહમદ, શેરસિયા અલાવાદી હસન અને શેરસિયા અલાવદી હાજી સહિતનાએ જહેમત ઉઠાવી છે.

બ્રિજના લોકાર્પણ સમારોહમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા, જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, પ્રાંત અધિકારી જિજ્ઞાસાબેન ગઢવી, મામલતદાર વીસી ચાવડા, ટીડીઓ એસ.એ. ચાવડા સહિતના હાજરી આપશે.

 

- text