જીએસટીવીના રીપોર્ટર રવિ સાણંદિયાનો આજે જન્મદિવસ

- text


નાની ઉંમરમાં પત્રકાર ક્ષેત્રે મોટી સિધ્ધિ હાંસલ કરનાર રવિ પોતાના મિત્રવર્તુળ માં લોકચાહના ધરાવે છે

મોરબી : મોરબીના જાણીતા યુવા પત્રકાર રવિ સાણંદિયાનો આજે જન્મદિવસ છે. તા. ૧૯ જુલાઈના રોજ જન્મેલા રવિભાઈ સાણંદિયા યુવાવયથી જ પત્રકારત્વના વ્યવસાય સાથે જોડાયા છે. સ્થાનિક અખબાર અને ટીવી ચેનલથી પત્રકારત્વની કારકિર્દી શરુ કર્યા બાદ આજે રવિભાઈ જીએસટીવી ચેનલ સાથે જોડાઈને પ્રજાના પ્રશ્નને વાચા આપી રહ્યા છે. સમાજ માટે કઈક કરી છૂટવાની ભાવના સાથે પોતાની ચેનલના માધ્યમથી તેઓ પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં સક્રિય રસ દાખવી રહ્યા છે. છેલ્લા ૭ વર્ષથી પોતાના માધ્યમ દ્વારા મોરબી શહેર અને જીલ્લાની પ્રજાનું પ્રતિનિધિત્વ કર્યા બાદ થોડા સમય પેહલા જ જીએસટીવીમાં રાજકોટ જીલ્લામાં પ્રમોશન સાથે રાજકોટમાં રિપોર્ટર તરીકે ફરજ બજાવનાર રવિભાઈના જન્મદિવસ પ્રસંગે પત્રકાર મિત્રો, પરિવાર અને સગા સ્નેહીઓ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

- text

- text