મોરબી : ઝેરી દવા ગટગટાવી લેતા કોટડા નાયણીની સગર્ભા અને અમરેલીના યુવાનનું મોત

- text


અમરેલીમાં આપઘાત કરી લેનાર યુવાનની સગર્ભા પત્ની પર આભતૂટયું

મોરબી : મોરબી જિલ્લામાં ઝેરી દવા ગટગટાવી લેવાના બે કિસ્સામાં એક સગર્ભાનું મોત નિપજયું છે તો બીજા કિસ્સામાં પતિએ ઝેર ગટગટાવી લેતા સગર્ભા પત્ની બેસહારા બની છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોટડાનાયણી ગામે રહેતા રંજનબેન મહેશભાઈ સાકરીયા નામની પરણીતાંએ ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું હતું, મૃતક રંજનબેનને દોઢ માસનો ગર્ભ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

- text

જ્યારે બીજા બનાવમાં મોરબીના અમરેલી ગામે રહેતા અને ખેત મજૂરી કરતા કાળુંભાઈ ભરતભાઈ ઠાકોર નામના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો અને તેમના પત્નીને સાત માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું છે પતિના મોતને કારણે સગર્ભા પત્ની નિઃસહાય બન્યા છે. આપઘાતના બન્ને ગુન્હાઓ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

- text