મોરબી : સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના બાળકોએ ખેતીમાં બીજની પસંદગીની માહિતી મેળવી

- text


મોરબી : સ્વસ્તિક શૈક્ષણીક સંકુલ પીપડી ના સાયન્સ શિક્ષક મયંક પટેલ અઘારા દ્વારા વિદ્યાર્થીઓ ને આપણા પૂર્વજો ખેતીમાં બીજ ની પસંદગી કેવી રીતે કરતા તે પધ્ધતી સમજાવવામાં આવી હતી. આ પદ્ધતિ વિધાર્થીઓએ પણ રસ પૂર્વક સમજી હતી.

સ્વસ્તિક શૈક્ષણીક સંકુલ મા નવા સત્ર ની સાથે એક્ટીવીટી ના માધ્યમ થી બાળક ને શિક્ષણ મળી રહે તે માટે શાળા ના જ શિક્ષક મયંકભાઈ અઘારા અને તેમના જુનિયર પ્રદીપ ભાઈ જેઠલોજા એ જહેમત ઉઠાવી.જેમા ચોમાસા ની ઋતુ શરુ થવાની હોય ત્યારે આપણા પુર્વજો ખેતી કરવા માટે બીજ ની પસંદગી કેવી રીતે કરતા તે પધ્ધતી સમજાવી અને વિશેષ મા ક્હયુ હતુ કે જુની રુઢી ને અત્યાર ના બદલતા જનરેશન મા બાળક ને પ્રેક્ટીકલ નોલેજ આપવુ ખુબ જરુરી છે.

- text

- text