ગ્રામપંચાયત અને પોલીસની દેશીદારુની રેડમાં એવું તે શુ મળ્યું કે ફોરેસ્ટ અધિકારીને બોલાવા પડ્યા!

- text


પીપળી ગ્રામ પંચાયતએ પોલીસને સાથે રાખી દેશી દારૂના અડા પર કરેલી રેડમાં સ્થળ પરથી મળ્યા પાંચ કાચબાના મૃતદેહ : કાચબાઓનો દારૂ બનાવામાં ઉપયોગ થતો હશે ? : વન વિભાગે તપાસ શરુ કરી

મોરબી : મોરબીના પીપળી ગામે ગ્રામપંચાયતે પોલીસને સાથે રાખી દેશી દારૂના અડા પર રેડ કરીને દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. જેમાંથી પોલીસે દારૂના આથો ઝડપી પાડ્યો હતો અને ગુનો નોધી તપાસ હાથ ધરી હતી તો બીજી તરફ દેશીદારુના અડા પાસેથી મૃત કાચબા મળતા ગામલોકો અને પોલીસ આશ્ચય પામી હતી. જેથી કાચબાઓના મૃતદેહ અંગે ફોરેસ્ટ અધિકારીઓને જાણ કરતા વન વિભાગ પણ તપાસમાં જોડાયું હતું.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના પીપળી ગામે દેશી દારૂના અડા પર ગ્રામપંચાયતે પોલીસ સાથે રહીને દરોડો પાડ્યો હતો. આ દરોડામાંથી દેશી દારૂનો જથ્થો અને આથો મળી આવ્યો એ સામાન્ય વાત છે. પરંતુ આશ્ચર્ય જગાડે એવી વાત તો એ હતી કે દેશી દારૂના અડ્ડા પાસેથી પાંચ કાચબાના મૃતદેહો મળ્યા હતા. બાદમાં ગ્રામ પંચાયતના સરપંચે તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ફોરેસ્ટ વિભાગે પણ તાત્કાલિક ધટના સ્થળે પોહચીને તપાસ હાથ ધરી હતી

- text

ફોરેસ્ટ અધિકારી જાડેજા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતું કે ગ્રામપંચાયત દ્રારા જાણ કરાતા અમે ધટના સ્થળે જઈ મૃત કાચબાના મૃતદેહને લઈ અંતિમ વિધિ હાથ ધરી હતી અને વન્યસરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોધી આરોપીને પોલીસ પકડે ત્યાર બાદ કોર્ટમાં રજુ કરીશું અને વન્યસરક્ષણ નિયમ મુજબ ગુનો નોધી કાર્યવાહી કરશુ.

જયારે દારૂની ભઠ્ઠી પાસેથી કાચબાઓના કપાયેલા મૃતદેહ મળી આવવાથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. શું કાચબાઓનો દારૂ બનાવવામાં ઉપયોગ કરવામાં આવતો હશે ? દારૂની ભઠ્ઠી પાસે કેમ કાચબાઓને કાપવામાં આવતા હતા ? આ બાબતે હાલ તો પોલીસ અને વન વિભાગના અધિકારીઓએ તપાસ શરુ કરી છે.

- text