મોરબીમાં મુખ્યમંત્રી માં અમૃતમ કાર્ડ હોવા છતાં ગરીબ દર્દીઓ પાસેથી નાણાં પડાવતી ખાનગી હોસ્પિટલ

- text


વાંકાનેરના દાઝેલા ગરીબ દર્દીનું કાર્ડ ન ચલાવી ક્રિષ્ના હોસ્પિટલે રૂ.૬૮ હજાર પડાવતા ઉચ્ચકક્ષાએ ફરિયાદ

મોરબી : ગરીબ અને મધ્યમવર્ગીય લોકોને સારી આરોગ્ય સુવિધા મળે તે માટે ગુજરાત સરકારે અમલી બનાવેલ માં અમૃતમ યોજના ખાનગી ડોક્ટરો માટે લૂંટ કરવાનું હથિયાર બની ગયું હોય તેમ મોરબીમાં ગંભીર રીતે દાઝેલા વાંકાનેરના યુવાનને ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ મા અમૃતમ કાર્ડ મુજબ સારવાર આપવા જણાવતા હોસ્પિટલ સત્તાવાળાઓએ હાથ ઊંચા કરી દઈ રૂ. ૬૮ વસૂલી રાજકોટ ધકેલી દેતા ચકચાર મચી ગઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ભાટીયા સોસાયટીમા રહેતા ગરીબ પરિવારના મોભી એવા રમેશભાઈ એસ.પરમાર મોરબીમાં કામ કરતી વેળાએ દાઝી જતા તેમને મોરબી ક્રિષ્ના મલ્ટીપરપઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં હોસ્પિટલ સતાવાળાઅે આ કાર્ડ અહીં સ્વીકારવામાં આવતું નથી તેવું જાણવી એડવાન્સમાં રકમ ભરો પછી સારવાર થશે તેમ કહી રૂ.૬૮ હજાર દર્દી પાસેથી વસુલ કર્યા હતા અને બાદમા આ દર્દીને રાજકોટ ધકેલી દેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વાંકાનેર ભાટિયા સોસાયટીમાં રહેતા અને જાતે લુહારીકામની મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા રમેશભાઇના પરિવારની મરણ મૂડી પડાવી લઈ ક્રિષ્ના હોસ્પિટલ મોરબીએ હાથ ઊંચા કરી નાખતા હાલ રમેશભાઈને રાજકોટ સિવિલ હોસ્ટપિટલમાં સારવાર લઈ રહ્યા છે.

- text

આર્થિક રીતે નબળા રમેશભાઇના પરિવારને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ દ્વારા ખિસ્સા ખંખેરી લેવાની આ શરમજનક ઘટના મામલે વાંકાનેરના સમાજ સેવક અને આરટીઆઈ કાર્યકર અર્જુનસિંહ વાળાઅે લડત શરૂ કરી છે અને આ મામલે જ્યારે હોસ્ટપિટલ સતાધિસ સાથે ફોન પર વાત કરી તો આ કાર્ડ ચાલે છે તેવી જાણકારી આપવામાં આવી પરંતુ દર્દીને આ કાર્ડ મારફતે કોઈ સારવાર નહિ મળે તેવી ચોખ્ખી ના પાડી દીધી અને જો આપ સારવાર કરવા માંગતા હોય તો દોઢ મહિનાનું રોકાણ થશે અને રોજ એડવાન્સમાં પૈસા જમા કરવાના રેહશે તેવુ જણાવતા આ પરીવારને રાજકોટ જવુ પડ્યું છે.

જો કે મોરબીના આ ચર્ચાસ્પદ બનાવ મામલે સામાજિક કાર્યકર અર્જુનસિંહ વાળાએ ટ્વિટર મારફતે મોરબી કલેકટરને જાણ કરવાની સાથે-સાથે માં અમૃતમ કાર્ડ યોજનના સતાવાળાઓ સમક્ષ ફરિયાદ કરી કાનૂની લડત આપવા નકકી કરતા ખાનગી હોસ્પિટલ સતાવાળાઓને રેલો આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

- text