નરસંગ ટેકરીથી અવની ચોકડી સુધીના નવા બનેલા રોડમાં ભ્રષ્ટાચારના પોપડા ઊખડ્યા

- text


અંતે રોડનું નબળું કામ કરનાર એજન્સીને નોટિસ, પેમેન્ટ અટકાવાયું

મોરબી : મોરબીના રવાપર રોડ પર નસરંગ ટેકરી પાસેના રોડને નવો બનાવવાનું કામ કરવામાં આવ્યું હતું. પરંતુ રોડના કામમાં લોટ પાણી ને લાકડા વાપર્યા હોય એમ નરસંગ ટેકરીથી અવની ચોકડી સુધીના નવા બનેલા રોડમાં ભ્રષ્ટાચાર ના પોપડા ઊખડ્વા લાગ્યા છે. અંતે આ રોડનું કામ નબળું થયું હોવાનું ખુલ્યું હતું. જેથી પાલિકાએ રોડનું નબળું કામ કરનાર કોન્ટ્રાકટ એજન્સીને નોટિસ ફટકારીને પેમેન્ટ અટકાવી દીધુ છે.

મોરબીના રવાપર રોડ પર આવેલ નરસંગ ટેકરી થી કેનાલ રોડ સુધીના રોડને નવો બનાવવામાં આવ્યો હતો. આ સીસી રોડ બન્યાને થોડા જ સમયમાં રોડની અવદશા થઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડની સિમેન્ટ ઉખડી ગઈ છે. ગેરેન્ટી પિરિયડ પૂર્વે જ રોડ બિસ્માર થઈ જવાની શક્યતા છે.

- text

ઉપરાંત ચોમાસામાં રોડ ધોવાઈ જવાની ભીતિ સેવાઇ રહી છે. આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ જણાવ્યું કે નરસંગ ટેકરીના રોડનું નબળું કામ કરનાર જવાબદાર કોન્ટ્રાકટ એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે. ઉપરાંત તેનું પેમેન્ટ પણ અટકાવી દેવામાં આવ્યું છે.

- text