હળવદ નજીક ચાલુ ટ્રકે પડી જતા યુવકનું મોત

- text


હળવદ : હળવદ- માળીયા હાઇવે પર ધનાળા ગામના પાટિયા પાસે ચાલુ ટ્રકે નીચે પડી જતા યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે નોંધ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મૂળ રાજસ્થાનના કોટાના પિતા પુત્ર ટ્રક લઈને હળવદ માળીયા હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા. તે વેળાએ ધનાળા ગામના પાટિયા પાસે ટ્રકમાંથી ડિસમિસ પડી જતા અશોકગીરી ચૈતગીરી ગૌસ્વામી ઉ.વ.૩૬ ડિસમિસ જોવા ગયા ત્યાં પોતે પણ ચાલુ ટ્રકે નીચે પડી ગયા હતા. જેમાં તેઓનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text