મોરબીના રંગપર નજીક કારખાનાના હોજમાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત

- text


મોરબી : મોરબીના રંગપર ગામ નજીક સીરામીક ફેકટરીના હોજમાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે આ અંગે નોંધ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ પીપળી રોડ પર રંગપર અને બેલા ગામ વચ્ચે આવેલા નોટા ગ્રેનાઈટો વિટ્રીફાઇડ સીરામીક કારખાનામાં કામ કરતા રાહુલગીરી અયોધ્યા પ્રસાદ( ઉ.વ.૧૮)કારખાનાના હોજમાં ન્હાવા પડ્યો હતો. ત્યારે હોજમાં ડૂબી જવાથી તેનુ મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text